અમરેલી

શિયાળાની કડકડતી રાતની ઠંડીમાં બાદ પ્રભાત  થતાં પ્રકાશિત  સૂરજ નારાયણના કૂણા તડકે એક  શ્ર્વાન પરિવાર બાલગોપાલ સાથે સૂર્ય સ્નાન કરીને ઠંડી દૂર કરતો જોવા મળે છે

મનુષ્ય  શિયાળાની સવારના સૂર્ય સ્નાન થી કદાચ પરહેજ કરે પરંતુ પ્રાકૃતિક જીવન જીવતાં પ્રાણીઓને તો સવારનું સૂર્ય સ્નાન એટલે ગરમ વસ્ત્રની પરિભાષા.. આખી રાત ઠંડીમાં ઠુંઠવાયા પછી સૂર્ય નારાયણ જેવા પ્રકાશિત થાય કે ગલીમાં રહેતાં શ્ર્વાન પરિવાર સમેત સૂર્યના એ કૂણાં તડકે આખી રાત ઠંડીમાં ઠુંઠવાયા બાદ  એ ટાઢ ઉઠાવા બસ એક સૂર્ય નારાયણનો આશરો લે છે. લોકો તો ગરમ વસ્ત્રો, હીટર કે તાપણું કરીને પણ ઠંડી દૂર કરી શકે પરંતુ આ અબોલ જીવો માટે તો સૂર્ય નારાયણ જ ઠંડી દૂર કરવાનો આખરી સહારો ઠંડી દૂર કરવાનો.. પ્રસ્તુત તસ્વીરમાં સાવરકુંડલાના રહેણાંકી વિસ્તાર નાગનાથ સોસાયટીની ગલીઓમાં શ્ર્વાન પરિવાર બાલગોપાલ સાથે સૂર્ય સ્નાન કરતાં નજરે પડે છે

Related Posts