fbpx
રાષ્ટ્રીય

સંસદમાં રાષ્ટ્રપતિશ્રીના અભિભાષણના આભાર પ્રસ્તાવ પરની ચર્ચામાં શક્તિસિંહ ગોહિલે ગુજરાતના લોકોને સ્પર્શતા અનેક મુદ્દાઓ લોકોની સમસ્યાઓ અંગે રજૂઆતો કરી.

રાષ્ટ્રપતિશ્રીના પ્રવચનમાં સરકાર પોતાની દિશા કે દૃષ્ટિ આપવામાં સંપૂર્ણ નિષ્ફળ રહી છે. રાષ્ટ્રપતિના અભિભાષણના પાના નંબર 17 ને ટાંકીને શક્તિસિંહ ગોહિલેજણાવ્યું હતું કે આપણા દેશની ફૌજના જવાનો માટે જીવન રક્ષક અને જીવન જરૂરિયાતની વસ્તુઓ એક્સપાયરી ડેટ થઈ ગયેલી અપાય છે જે અંગેનો અહેવાલ સંસદીય સમિતિએ રજૂ કર્યો હતો, તેને ટાંકીને સરકારની આ નિષ્કાળજી બદલ ટીકા કરી હતી. ગુજરાતના બે જાંબાઝ ફૌજના જવાનો તાજેતરમાં જ શહીદ થયા છે.  જામકંડોરણાના હાસવડ ગામના વિશ્વરાજસિંહ મહિપતસિંહ ગોહિલ તથા પેરામિલ્ટ્રી ફોર્સના ભાવનગર જિલ્લાના નેસડા ગામના રોહિતભાઈ ડાંગર શહીદ થયા છે. તેમના પરિવારોની પૂરતી કાળજી સરકાર દ્વારા લેવાઈ નથી. શહીદનો દરજ્જો શહીદોને મળવો જોઈએ પરંતુ અગ્નિવીર જેવી યોજના ભાજપ સરકાર લાવી તેના કારણે ગુજરાતના શહીદ થયેલા યુવાનોને શહીદનો દરજ્જો કે પરિવારને મળતી પૂરતી સહાય સરકારે આપી નથી. રોહિતભાઈ ડાંગરના પરિવારને પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોતાની જ વસ્તુઓ પરત મેળવવા માટે પણ ઠેકઠેકાણે ધક્કા ખાવા પડ્યા હતા જે શરમજનક ગણાય.

હિન્દુઓના નામે મત લેવામાં આવે છે અને હિન્દુઓ માટેની કોઈ ચિંતા ભારતીય જનતા પાર્ટીની સરકાર કરતી નથી. વીઆઈપી માટે તામઝામ અને ધાર્મિક પ્રસંગને રાજકીય ઈવેન્ટ બનાવવાની ઘેલછાના કારણે કુંભમાં અનેક નિર્દોષ વ્યક્તિઓના જીવ ગયા છે અને કેટલા વ્યક્તિઓના મૃત્યુ થયા છે તેના નામ સરનામા હજી સુધી સરકારે જાહેર કર્યા નથી તે દુઃખની બાબત છે. દેશમાં આઝાદીની લડાઈ વખતે જેના માતા પિતા ખૂબ અગ્રેસર રીતે લડ્યા હોય એવા કોઈ હુસેનભાઈ હોય તો તે ભાજપ સરકારને ગમતા નથી પરંતુ બાંગ્લાદેશમાં જેની સામે વિદ્રોહ થયો અને દેશ છોડવાની નોબત આવી એવી શેખ હસીના ભાજપને ગમે છે. ભાજપની વિદેશ નીતિની નિષ્ફળતાના કારણે આજે બાંગ્લાદેશમાં હિન્દુઓના મંદિર તૂટે છે અને હિન્દુઓ ઉપર હુમલા થાય છે ત્યારે કોઈ ૫૬ ઇંચની છાતી કે લાલ આંખ બતાવવાની ભાજપની સરકાર ચિંતા કરતી નથી અને પરિણામે હિન્દુઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે. આપણી વિદેશ નીતિમાં એ સ્પષ્ટ જોગવાઈ છે કે અન્ય દેશોની રાજકીય બાબતોમાં ભારત હસ્તક્ષેપ નહીં કરે આમ છતાં આપણા વડાપ્રધાનશ્રી અમેરિકા જઈને ચુંટણી સમયે અબ કી બાર ટ્રમ્પ સરકાર કરીને આવ્યા હતા અને હવે એ જ ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી ભારતીયોને ભગાડે છે .  જેનો પહેલો જથ્થો ૨૦૫ વ્યક્તિઓનો ભારત આવી પહોંચ્યો છે, જેની રાજકીય બાબતોમાં હસ્તક્ષેપ કર્યો હતો તેવા ટ્રમ્પને કહીને અમેરિકામાં વસતા ભારતીયો કે જેમાં મોટાભાગના ગુજરાતીઓ પણ છે તેની સુરક્ષા ભાજપની સરકાર કરાવી શકતી નથી.

અમરેલીના ભાજપના બે જૂથોની લડાઈમાં નિર્દોષ પાટીદાર દીકરીને પટ્ટાથી માર મારવામાં અને સરઘસ કાઢવામાં આવ્યું હતું તેનો ઉલ્લેખ સંસદમાં કરીને શક્તિસિંહે જણાવ્યું હતું કે, “મોટા આખલા લડે અને નિર્દોષ ઝાડનો ખો નીકળે” તેમ ભાજપના જૂથોની લડાઈમાં નિર્દોષ વ્યક્તિઓ પરેશાન થાય છે. ભાજપના એક મોટા નેતા અને પૂર્વ સાંસદે નારકો એનાલિસીસ ટેસ્ટની તૈયારી બતાવી અને સામેના જૂથના બાર જણાનો જો સાથે થાય તો પોતે પણ નારકો એનાલિસીસ ટેસ્ટ આપશે, આ વાતનો ઉલ્લેખ પણ સંસદમાં કરવામાં આવ્યો હતો.

 સુરતનો ડાયમંડ ઉદ્યોગ તથા ટેક્સટાઈલ ઉદ્યોગ જે મુશ્કેલીમાં છે તેના માટે સરકારે કોઈ ચિંતા રાષ્ટ્રપતિના પ્રવચનમાં કરી નથી. તે જ રીતે ખેડૂતો ઉપર ખર્ચનું ભારણ વધ્યું છે અને ખેડૂતોની આવકમાં કોઈ વધારો થયો નથી. યુવાનોને રોજગારી જોઈએ છે તેના માટે રોજગારી નથી, જ્યારે મોંઘવારી આસમાને છે આ અંગે સરકાર કશું જ કરી રહી નથી. અમદાવાદના એરપોર્ટ પર માત્ર ૮૫ રૂપિયા વિદેશ યાત્રા કે સ્થાનિક યાત્રા માટે સરકાર પાસે એરપોર્ટ હતું ત્યારે લેવાતા હતા અને લાંબા સમય સુધી આમાં કોઈ વધારો પણ નહોતો, પરંતુ અદાણી પાસે એરપોર્ટ આવતાની સાથે જ માત્ર બે વર્ષમાં ૮૫ રૂપિયા જે પેસેન્જર પાસેથી હવાઈ મુસાફરી દરમિયાન એરપોર્ટના ઉપયોગનો ચાર્જ લેવામાં આવતો હતો તેને અદાણીએ ડોમેસ્ટિક માટે ૪૫૦ રૂપિયા કરી દીધા અને અને આંતરરાષ્ટ્રીય માટે જે માત્ર ૮૫ રૂપિયા હતા તેના ૮૮૦ રૂપિયા કરી દેવામાં આવ્યા છે, આ એક ખુલ્લી લૂંટ છે.

જમ્મુ-કાશ્મીરમાં જઈને ગૃહ મંત્રીએ ચૂંટણી સમયે કહ્યું હતું કે, ભાજપની સરકાર આવશે તો જમ્મુ-કાશ્મીરમાં ઈદ અને મોહરમમાં એક-એક ગેસનો બાટલો ફ્રી આપશે. આ વાતને ટાંકીને શક્તિસિંહે કહ્યું હતું કે, ગુજરાતમાં તમે વર્ષોથી જીતો છો તો કાશ્મીરમાં જઈને આવી વાત કરી આવ્યા હતા તો ગુજરાતીઓને હવે રામનવમી અને જન્માષ્ટમી ઉપર અથવા તો મુસ્લિ

Follow Me:

Related Posts