ગાંધીનગર કલેકટરશ્રી મેહુલ કે.દવે ની આગેવાનીમાં જીલ્લા વહીવટ તંત્રને રેતી ખનીજનું બિન અધિકૃત રીતે થતું રેતી ખનન/વહન/સંગ્રહ અટકાવવામાં નોંધપાત્ર સફળતા મળી છે.સતત રજાના દિવસો દરમિયાન પણ કલેકટરશ્રીની વિશેષ સુચના થકી ભૂસ્તર તંત્ર દ્વારા ચેકીંગની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે,જેના પરિણામે કાયદેસર કાર્યવાહી કરી ખનીજ ચોરી અટકાવવાની નેમ સાથે તંત્ર દિવસરાત સરાહનીય કામગીરી કરી રહ્યું છે.
વિગતે વાત કરવામાં આવે તો, કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ કે.દવે ના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ ની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રી ની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું ની ક્ષેત્રીયટીમ દ્વારા ગાંધીનગર જીલ્લામાં છેલ્લા ૩ દિવસથી આકસ્મિક ચેકિંગની કામગીરી અલગ-અલગ વિસ્તારમાં હાથ ધરી ખનિજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૧૨ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જે પૈકી પેથાપુર રોડ ખાતેથી ડમ્પર નં. ય્ત્ન-૧૮-છઠ–૭૯૫૦ માં રોયલ્ટીપાસ /ડીલીવરી ચલણ વગર સાદીરેતી ખનિજનું બિનઅધિકૃત વહન અને ધાનોટ રોડ, છત્રાલ ખાતેથી ડમ્પર નં.ય્ત્ન-૧૮-છઢ-૭૯૭૪ માં રોયલ્ટીપાસ /ડીલીવરી ચલણ વગર સાદીમાટી ખનિજનું બિનઅધિકૃત વહન, ઉવારસદ ફાટક ખાતેથી ડમ્પર નં.ય્ત્ન-૨૪-ઠ-૭૧૬૬ માં રોયલ્ટીપાસ /ડીલીવરી ચલણ વગર સાદીરેતી ખનિજનું બિનઅધિકૃત ઉવારસદ-અડલજ રોડ ખાતેથી વાહન ડમ્પર નં.
ય્ત્ન-૦૯-છફ-૭૧૮૫ માં રોયલ્ટીપાસ/ડીલીવરી ચલણથી વધુ સાદીરેતી ખનિજનું બિનઅધિકૃત વહન તેમજ નારદીપુરા ખાતેથી ડમ્પર નં. ય્ત્ન-૧૮-છઠ-૧૧૬૮ માં રોયલ્ટીપાસ/ ડીલીવરી ચલણથી વધુ સાદીમાટી ખનિજનું બિનઅધિકૃત વહન અને છત્રાલ રોડ ખાતેથી ડમ્પર નં. ય્ત્ન-૦૨-છ્-૭૮૯૦ માં રોયલ્ટીપાસ/ ડીલીવરી ચલણથી વધુ સાદીમાટી ખનિજનું બિનઅધિકૃત વહન અને ફતેહપુર ખાતેથી ટ્રેકટર નં.ય્ત્ન-૧૮-ઈછ-૩૮૬૪ માં રોયલ્ટીપાસ/ ડીલીવરી ચલણથી વધુ સાદીરેતી ખનિજનું બિનઅધિકૃત વહન તેમજ સેક્ટર -૧૨ ગાંધીનગર ખાતેથી ડમ્પર નં. ય્ત્ન-૦૧–ઇ્-૯૦૪૭ માં રોયલ્ટીપાસ/ડીલીવરી ચલણથી વધુ સાદીરેતી ખનિજનું બિનઅધિકૃત વહન અને ગ-૦૬ સર્કલ ગાંધીનગર ખાતેથી ડમ્પર નં. ય્ત્ન-૧૮-મ્ઉ-૧૧૪૩ માં રોયલ્ટીપાસ/
ડીલીવરી ચલણથી વધુ સાદીરેતી ખનિજનું બિનઅધિકૃત વહન તેમજ શ્રીજી કૃપા સાઈટ ગાંધીનગર ખાતેથી ડમ્પર નં. ય્ત્ન-૧૮-મ્ઉ-૬૪૬૩ માં રોયલ્ટીપાસ/ ડીલીવરી ચલણથી વધુ સાદીરેતી ખનિજનું બિનઅધિકૃત વહન અને ભાટ ખાતેથી ડમ્પર નં.ય્ત્ન-૦૧-ઝ્રઢ-૮૭૭૮ માં રોયલ્ટીપાસ/ડીલીવરી ચલણથી વધુ સાદીરેતી ખનિજનું બિનઅધિકૃત વહન અને ચિલોડા બ્રીજ ખાતેથી ડમ્પર નં.ય્ત્ન-૧૮-મ્ઉ-૬૪૫૪ માં રોયલ્ટીપાસથી વધુ સાદીરેતી ખનિજનું બિનઅધિકૃત વહન કરતાં કુલ આશરે ૩.૩૭ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
જપ્ત કરેલ વાહનોના વાહનમાલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
છેલ્લા ૦૩ દિવસમાં સાદીરેતી, તથા ગ્રેવલ ખનિજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૧૨ વાહનો સહિત ૩.૩૭ કરોડનો મુદ્દામાલ જપ્ત

Recent Comments