ભાવનગર

ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમા ચોપાનિયા, ભીંતપત્રો કે આવી અન્ય સામગ્રી પર મુદ્રક પંકિતમાં મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા સ્પષ્ટપણે દર્શાવવા ફરજીયાત

રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦ર૬નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર
થયેલ છે. જે અનુસાર ભાવનગર જિલ્લાની ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી, મહુવા, પાલિતાણા અને વલ્લભીપુર
નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી તેમજ ભાવનગર(ગ્રામ્ય), ઘોઘા, શિહોર,
વલ્લભીપુર, ઉમરાળા, મહુવા, પાલીતાણા, તળાજા, ગારીયાઘાર, જેસર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાનાર છે.
રાજય ચૂંટણી આયોગના આદેશથી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/મઘ્યસત્ર/પેટા ચૂંટણીઓમાં આદર્શ
આચાર સંહિતા બહાર પાડી તેનું કડકપણે પાલન કરવાની સુચનાઓ આપવામાં આવેલ છે. જે અનુસાર ચૂંટણી વખતે આપના
મુદ્રણાલયમાં છાપેલા ચૂંટણી અંગેના કોઇપણ ચોપાનિયા કે, ભીંતપત્રો કે આવી અન્ય સામગ્રી પર મુદ્રક પંકિતમાં મુદ્રક અને
પ્રકાશકના નામ અને સરનામા સ્પષ્ટપણે દર્શાવવા ફરજીયાત છે.
મુદ્રિત સામગ્રીની ચાર નકલો, એટલે કે આપના દ્વારા મુદ્રિત કરવામાં આવેલ હોય તેવી દરેક મુદ્રિત સામગ્રીની ચાર
નકલો સાથે તથા જરૂરિયાત મુજબ પ્રકાશક પાસેથી મેળવેલ એકરારપત્ર સાથે છાપકામ કર્યાના ૩(ત્રણ) દિવસની અંદર આ
કચેરીને મોકલી આપવા આ સાથે એકરારપત્ર નમુનો ”ક” અને ”ખ” સામેલ છે.
રાજય ચૂંટણી આયોગની જોગવાઇઓના કોઇપણ ઉલ્લંધનને ખુબ ગંભીરતાથી જોવામાં આવશે. તેમજ યોગ્ય કેસોમાં
રાજયના પ્રસ્તુત કાયદા અન્વયે મુદ્રણાલયનું લાયસન્સ પણ રદ કરવા જેવા કડક પગલા લેવામાં આવશે તેમ જિલ્લા મેજિસ્ટ્રેટ
ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

Related Posts