અમરેલી નગર પાાલિકા ના પ્રમુખ શ્રી બિપીનભાઈ લીંબાણી એ જણાવેલ હતું કે અમરેલી નગર પાલિકામાં ભાજપ દ્વારા સત્તાના સૂત્રો સંભાળતા ની સાથેજ વિકાસ ની વણથંભી વણજારમાં વધુ એક લોકોની સુખાકરી અર્થે સી સી રોડ બનાવવાની કામગીરી હાથ ધરેલ છે.જેમાં ચક્કરગઢ રોડ ઉપર આવેલ અને વર્ષોથી રોડ જેવી પાયાની જરુરિયાતથિ વંચિત લોકોની લાગણી અને માંગણી ને આ વિસ્તારના સદસ્યોં દ્વારા ધ્યાને લઈ ઓજી વિસ્તાર લેખાતા વિસ્તારમાં આજે આઝાદી પછી સૌ પ્રાથમવાર સી સી રોડ બનાવવા નું ખાત મુહર્ત કરવામાં આવેલ હતું.જેમા નગર પાલિકા બાંધકામ સમિતિના ચેરમેન સંદીપ માંગરોળિયા,પૂર્વ પ્રમુખ અલકાબેન ગોંડલીયા,મુકુંદભાઈ સેંજલિયા,કાંતિભાઈ કાનાણી,રસિકભાઈ કાનાણી, પંકજ કાનાણી, આ વિસ્તારના પાલિકાના સદસ્યોં દિલાભાઈ વાળા,હરેશભાઈ ચાવડા,અશ્વિનભાઈ કાનાણી તેમજ સ્થાનિક રહીશો ઉપસ્થિત રહેલ હતા.સદસ્યોની કામગીરી થી સ્થાનિકોમાં હર્ષની લાગણી છવાયેલ હતી.
અમરેલી શહેરના ચક્કરગઢ રોડ બાય પાસ ઉપર આવેલ કાનાણી ની વાડી વિસ્તાર માં નગર પાલિકા દ્વારા આઝાદી બાદ સીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરાતા સ્થાનિક રહીશો મા હર્ષની લાગણી છવાયેલ હતી.

Recent Comments