fbpx
રાષ્ટ્રીય

વર્ષ ૨૦૨૫માં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન થવા જઈ રહ્યું છે

યોગી આદિત્યનાથ સરકારે અદ્યતન લોસ્ટ-ફાઉન્ડ સિસ્ટમ શરૂ કરવાની તૈયારી કરી ફિલ્મોથી લઈને સામાન્ય વાતચીત સુધી લોકો ઘણીવાર કુંભ દરમિયાન તેમના પ્રિયજનોથી અલગ થવાની વાત કરતા જાેવા મળે છે. જાે કે કુંભમાં અલગ થવું હવે ભૂતકાળ બની જશે. વર્ષ ૨૦૨૫માં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં યુપીની યોગી આદિત્યનાથ સરકારે આ ઘટનામાં અદ્યતન લોસ્ટ-ફાઉન્ડ સિસ્ટમ શરૂ કરવાની તૈયારી કરી છે. કુંભ દરમિયાન જાે કોઈ વ્યક્તિ તેના પ્રિયજનોથી અલગ થઈ જાય છે તો આ સિસ્ટમની મદદથી તે જલ્દીથી જલ્દી તેના પરિવાર સાથે મળી જશે. ઉત્તર પ્રદેશ સરકારે ‘ફિલ્મી મહાકુંભ’માં લોકો ખોવાઈ જવાની અને લાંબા સમય પછી પાછા મળવાની કલ્પનાને ખતમ કરવાની તૈયારી કરી લીધી છે.

યુપી સરકારે માહિતી આપી છે કે પ્રયાગરાજ ફેર ઓથોરિટી અને પોલીસ વિભાગે મળીને આગામી મહાકુંભ ૨૦૨૫ મેળામાં હાઇ-ટેક લોસ્ટ-ફાઉન્ડ રજીસ્ટ્રેશન સિસ્ટમ લાગુ કરવાની તૈયારી કરી છે.યુપી સરકારે કહ્યું છે કે નવી સિસ્ટમ સુરક્ષા, જવાબદારી અને ટેકનોલોજીનો સંગમ છે. આ મહા કુંભ મેળાને સુરક્ષિત અને આનંદપ્રદ અનુભવ બનાવશે. ખોવાયેલી વ્યક્તિઓની ડિજિટલ રજીસ્ટ્રેશન હાઇ-ટેક ‘ખોયા-પાયા’ સિસ્ટમ સેન્ટરમાં કરવામાં આવશે. જેથી સંબંધિત વ્યક્તિના પરિવારજનો અથવા મિત્રો તેમને સરળતાથી શોધી શકે. યુપી સરકારની હાઈટેક ‘ખોયા-પાયા’ સિસ્ટમની મદદથી કુંભ મેળા દરમિયાન ગુમ થયેલા લોકો માટે કેન્દ્રો પર જાહેરાત કરવામાં આવશે. લોસ્ટ એન્ડ ફાઉન્ડ સેન્ટરમાં દરેક ખોવાયેલી વ્યક્તિની તાત્કાલિક નોંધણી કરવામાં આવશે. આ સાથે ગુમ વ્યક્તિની માહિતી અન્ય કેન્દ્રો અને ફેસબુક અને એક્સ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ શેર કરવામાં આવશે. જાે કોઈ વ્યક્તિ કુંભ મેળા દરમિયાન તેના પ્રિયજનોથી અલગ થઈ જાય છે તો તેની સલામત, સંગઠિત અને જવાબદાર વ્યવસ્થા હેઠળ કાળજી લેવામાં આવશે.

Follow Me:

Related Posts