રાષ્ટ્રીય

ઉત્તર પ્રદેશમાં અલીગઢના ફિરોઝાબાદની પોલીસ ટીમને નડયો ગંભીર અકસ્માત, ૫ લોકોના મોત

અલીગઢ જિલ્લાના લોઢા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાયપાસ હાઇવે પર ચિકાવતી વળાંક પર આ પોલીસ વાન પાર્ક કરેલા કેન્ટર સાથે અથડાઈ

ઉત્તર પ્રદેશમાં અલીગઢના ફિરોઝાબાદની પોલીસ ટીમ મુઝફ્ફરનગરમાં એક કેદીને પોલીસ વાનમાં કોર્ટ લઈ જઈ રહી હતી ત્યારે એક અકસ્માત થયો હતો જેમાં પોલીસ વાન પાર્ક કરેલા કેન્ટર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં એક સબ-ઇન્સ્પેક્ટર, આરોપી અને ત્રણ પોલીસકર્મીઓ સહિત પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તેમજ એક પોલીસકર્મી ઘાયલ થયો છે.
આ અકસ્માત અંગે સૂત્રો અનુસાર પોલીસ વાન પાર્ક કરેલા કેન્ટર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં એક સબ-ઇન્સ્પેક્ટર, આરોપી અને ત્રણ પોલીસકર્મીઓ સહિત પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તેમજ એક પોલીસકર્મી ઘાયલ થયો છે. પોલીસ વાન હાઇવે પર ઉભેલા ટ્રક સાથે અથડાઈ ગઈ. જેના કારણે આટલો મોટો અકસ્માત થયો. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તે પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો. આ દરમિયાન એક જાેરદાર અવાજ આવ્યો, તેથી જ્યારે તે સ્થળ પર ગયો ત્યારે તેણે જાેયું કે પોલીસનું વાહન પાર્ક કરેલા કન્ટેનર સાથે અથડાયું હતું, પોલીસ વાહનમાં કુલ છ લોકો સવાર હતા, તેમાંથી પાંચ પોલીસકર્મી અને એક આરોપી ગંભીર રીતે ઘાયલ થયા હતા. આરોપી અને એક પોલીસકર્મીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. જ્યારે અન્ય ત્રણ પોલીસકર્મીઓ પાછળથી મૃત્યુ પામ્યા.

Related Posts