રાષ્ટ્રીય

ઉત્તર પ્રદેશમાં પત્નીના ત્રાસ અને સાસરીયાવાળાની હેરાનગતિને કારણે વધુ એક શખ્સે આપઘાત કરીને મોતને વ્હાલું કરી લીધુંન્યાય ના મળે તો મારી અસ્થિ ગટરમાં વહાવી દેજો..‘ પત્નીના ત્રાસથી કંટાળી વિડીયો બનાવ્યો હતો

ઉત્તર પ્રદેશના ઈટાવામાં એક હચમચાવી ડે તેવી ઘટના બની હતી જેમાં, એક ૩૩ વર્ષીય એન્જિનિયર મોહિત યાદવને પત્ની અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. મૃત્યુ પહેલાં રેકોર્ડ કરાયેલા એક વીડિયો મેસેજમાં મોહિતે પોતાના ર્નિણય પાછળ પુરુષો માટે કાનૂની રક્ષણનો અભાવ મુખ્ય કારણ ગણાવ્યું હતું. વીડિયોમાં મોહિતે કહ્યું કે જ્યારે તમને આ વીડિયો મળશે ત્યારે હું આ દુનિયામાંથી જતો રહ્યો હોઈશ. જો પુરુષો માટે કાયદો હોત, તો કદાચ મેં આ પગલું ન ભર્યું હોત. મારી પત્ની અને તેના પરિવાર દ્વારા માનસિક ત્રાસ સહન કરી શક્યો નહીં. મમ્મી, પપ્પા, કૃપા કરીને મને માફ કરો,” કુમારે વીડિયોમાં કહ્યું. “જો મારા મૃત્યુ પછી પણ મને ન્યાય ન મળે, તો મારી રાખને ગટરમાં વિસજિર્ત કરી દેજો.
આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, શુક્રવારે રાત્રે રેલ્વે સ્ટેશન નજીક આવેલી જોલી હોટેલના રૂમ નંબર ૧૦૧ માં દોરડાથી લટકતી હાલતમાં મળી આવેલા ઔરૈયા જિલ્લાના એન્જિનિયર મોહિત યાદવના આત્મહત્યા કેસમાં પોલીસને મૃતકના મોબાઈલ ફોનમાંથી એક વીડિયો મળ્યો છે. આત્મહત્યા કરતા પહેલા મોહિતે રેકોર્ડ કર્યો હતો જેમાં તે કહી રહ્યો છે કે,‘ મારી પત્ની પ્રિયા યાદવ અને સાસરિયાઓના માનસિક ત્રાસને કારણે હું આત્મહત્યા કરવા મજબૂર બન્યો છું.‘
વીડિયોમાં મોહિત એમ પણ કહી રહ્યો છે કે, ‘કાશ છોકરાઓ માટે કાયદો હોત તો, હું આ પગલું ન ભરત.‘ વીડિયોમાં તેણે પોતાનું દર્દ અને યાતના વ્યક્ત કરી અને કહ્યું કે, જ્યારે તમને આ વીડિયો મળશે, ત્યારે હું આ દુનિયા છોડીને જતો રહ્યો હોઈશ. મમ્મી-પપ્પા, મને માફ કરજો, હું તમારી અપેક્ષાઓ પૂરી કરી શક્યો.
સાથેજ વીડિયોમાં મોહિતે એમ પણ કહ્યું હતું કે, ‘મારી પત્નીનું બિહારના સમસ્તીપુર જિલ્લામાં શિક્ષકની નોકરીમાં પસંદગી થઈ ત્યારે મારી પત્ની ગર્ભવતી હતી. નોકરી મળતાં મારા સાસરિયાઓએ તેનો ગર્ભપાત કરાવ્યો હતો. અને તેના ઘરેણાં પણ છીનવી લીધા હતા. આ ઉપરાંત મારી પત્ની મારા પર ઘર અને મિલકત તેના નામે કરવા માટે મને દબાણ કરી કરતી હતી અને ઇનકાર કરવા પર તેણે આખા પરિવારને ખોટા દહેજના આરોપોમાં ફસાવવાની ધમકી આપી હતી, તેમ પણ કહ્યું કે, ‘અમે બંનેએ કોઈપણ માંગણી વિના પરસ્પર અમારી મરજીથી લગ્ન કર્યા હતા, અમે સાત વર્ષથી રિલેશનશિપમાં હતા, પત્નીના પિતા મનોજ કુમારે ખોટી પોલીસ ફરિયાદ નોંધાવી, પત્નીના ભાઈએ મને મારી નાખવાની ધમકી આપી.‘
મારી પત્ની મારી સાથે રહેતી વખતે મને માનસિક ત્રાસ આપવા લાગી, તેની બહેન પણ આમાં તેને સાથ આપતી હતી. લગભગ બે મિનિટ લાંબા આત્મહત્યાના વીડિયોમાં મનોજે ન્યાય માટે વિનંતી કરતાં કહ્યું કે, ‘જો મૃત્યુ પછી પણ મને ન્યાય ન મળે તો મારી અસ્થિઓને ગટરમાં ફેંકી દેજો.‘ પોતાના છેલ્લા શબ્દોમાં તેણે કહ્યું, ‘મમ્મી, પપ્પા, કૃપા કરીને મને માફ કરો. હું તમારી અપેક્ષાઓ પૂરી કરી શક્યો નહીં.‘
મોહિતના ભાઈ દ્વારા દાખલ કરાયેલી હ્લૈંઇ મુજબ, ડિસેમ્બર ૨૦૨૦માં મોહિતે સંભલની પ્રિયંકા સાથે લગ્ન કર્યા પછી તરત જ મુશ્કેલી શરૂ થઈ હતી. તેણીએ ભેટમાં આપેલા ઘરેણાં લઈને ફરાર થઈ ગઈ હતી અને તેના અને તેના પરિવાર સામે ખોટી ફરિયાદો નોંધાવી હતી.
આ કેસમાં હાલ તો ઉત્તર પ્રદેશ પોલીસે રૂમમાંથી મળેલો મોબાઈલ, વીડિયો અને દસ્તાવેજો કબજે કર્યા છે અને કેસની વધુ તપાસ હાથ ધરી છે. મોહિતના શરીરનું પોસ્ટમોર્ટમ થઈ ગયું છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. પોલીસ વીડિયો અને નિવેદનોના આધારે આત્મહત્યા પાછળના કારણોની પુષ્ટિ કરી રહી છે. અને સંબંધીઓ દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Related Posts