વડોદરામાં નકલી પોલીસ, નકલી જ્જ અને હવે કોલેજમાં નકલી એડમિશનની ઘટના સામે આવી
વડોદરામાં નકલી એડમિશનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પાદરાના યુવાનનું નામ ઉપયોગ કરી અન્ય કોલેજમાં એડમિશન લેવામાં આવ્યું. વડોદરામાં નકલી કૌભાંડોનો સિલસિલો અટકતો નથી. હવે નકલી પોલીસ, નકલી અધિકારી અને નકલી જજ બાદ નકલી એડમિશનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પાદરાના યુવાન પ્રતિક પરમારના નામે ગાંધીનગરની એફ.ડી. મુબિન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, પાદરાના યુવાન પ્રતિક પરમારના નામે ગાંધીનગરની એફ.ડી. મુબિન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ કોલેજમાં નકલી એડમિશન કરવામાં આવ્યું હતું.
પ્રતિક પરમાર એક વર્ષથી પોલીસ અને સરકારી કચેરીઓમાં રજૂઆત કરી રહ્યો હતો, પણ કોઈ તેને સાંભળવા તૈયાર નહોતું. ત્યારબાદ પ્રતિકે મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરી ત્યારબાદ ફરિયાદ નોંધાઈ છે. ગાંધીનગર સેક્ટર ૭ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાં પ્રતિક પરમાર એક વર્ષથી પોલીસ અને સરકારી કચેરીઓમાં રજૂઆત કરી રહ્યો હતો. આખરે મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં રૂબરૂ રજૂઆત કરતાં મુખ્યમંત્રીએ તાત્કાલિક ફરિયાદ નોંધવાના આદેશ આપ્યા હતા. ગાંધીનગર સેક્ટર ૭ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે પ્રતિક પરમાર સમાજ કલ્યાણ વિભાગમાં સ્કોલરશિપ માટે ગયો હતો. આધાર કાર્ડ નંબર સિસ્ટમમાં નાખતાં તેનું એડમિશન ગાંધીનગરની કોલેજમાં ચાલતું હોવાનું બહાર આવ્યું. પ્રતીક પરમારે ક્યારેય આ કોલેજ જાેઈ પણ નથી. આ ઘટનાથી શહેરમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે.
Recent Comments