અમરેલી

ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે સરંભડા મુકામે આશરે રૂ.૦૭ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

અમરેલી જિલ્લામાં વિકાસની ગતિને વધુ વેગ આપતા ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે સરંભડા મુકામે આશરે રૂ. ૦૭  કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો તથા આગેવાનો હાજર રહ્યા હતા.

વર્ષોથી ગ્રામજનોને ભોગવવો પડતો મહત્વનો પ્રશ્ન દૂર થાય તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલા રૂપે મંત્રીશ્રી તથા સતાધાર જગ્યાના મહંતશ્રી વિજયબાપુના હસ્તે આશરે રૂ. ૬ કરોડના ખર્ચે નિર્મિત મેજર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજના નિર્માણથી સરંભડા તથા આસપાસના ગામોના લોકોને સરળ અને સુરક્ષિત આવન-જાવનની સુવિધા ઉપલબ્ધ બની છે અને ગ્રામ વિકાસને નવી દિશા મળશે.

આ ઉપરાંત સરંભડા ગામમાં સ્થાનિક સ્વરાજની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના હેતુસર રૂ. ૨૫ લાખના ખર્ચે તૈયાર થનારા ગ્રામ પંચાયત ભવન તથા રૂ ૬૦ લાખના ખર્ચે તૈયાર થનાર સુવિધા પથના ખાતમુહૂર્ત પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મંત્રીશ્રીએ સંબોધન કરતા જણાવ્યું હતું કેસરંભડા ખાતે વર્ષો જૂની સમસ્યાનો આજે સમાધાન આવ્યું છે. રાજ્યમાં સંભવત પ્રથમ ગામના બે કાંઠાને જોડતા મેજર બ્રિજની મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મંજૂરી આપી હતી. મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અમરેલી જિલ્લા માટે ઉદાહરણ સાથે વિકાસ કર્યો ને ભેટ આપી રહ્યા છે. કૃષિ કલ્યાણ અર્થે મુરલી વિધાનસભામાં અને જિલ્લામાં વર્ષ ૨૦૨૪ અને વર્ષ ૨૦૨૫ના બે કૃષિ પેકેજો મળ્યા છે. 

અગામી બે વર્ષમાં પાણીની સમસ્યા દૂર થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ વડીયા કુકાવાવ તાલુકાના ૪૫ ગામ અને ત્યારબાદ અમરેલી વિધાનસભાના તમામ ૧૧૫ ગામોમાં આગામી બે વર્ષમાં તળાવો બનાવવાનું ભગીરથ કાર્ય કરવા જઈ રહ્યા છીએ. ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી તળવામાં ઉતારવા માટે રાજ્ય સરકાર દ્વારા મોટું અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. આંખડીના ભાગરૂપે સરંભડા ખાતે પણ ૬૦૦ કલાક તળાવ ઊંડું કરવાની કામગીરી કરવામાં આવશે. અગામી સમયમાં નવી પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત કરીશું. ધામની એકતા અને સામાજિક સમરસતા સાથે વિકાસની નવી કેડી કંડારવામાં આવશે.

કાર્યક્રમના પ્રારંભે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી શરદભાઈ લાખાણી અને ગામના અગ્રણી શ્રી મોટાભાઈ સવંત એ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી કિશોરભાઈ કાનપરિયાસ્થાનિક આગેવાનોસરપંચશ્રીગ્રામ પંચાયતના સભ્યોઅધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

Related Posts