જિલ્લા પંચાયત અમરેલીની ૧૫ ટકા વિવિકાધિન ગ્રાન્ટમાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંકીયા માટે નવી એમ્બ્યુલન્સ ખરીદવામાં આવી છે. આજરોજ વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાની ઉપસ્થિતિમાં નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવી સુવિધા સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંકીયા અને આસપાસના ગામની આરોગ્ય સુવિધાઓમાં વધારો થતાં ઈમરજન્સીની સ્થિતિમાં નાગરિકોને વધુ સગવડતા પ્રાપ્ત થશે. એમ્બ્યુલન્સ લોકાર્પણ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા.
નવી એમ્બ્યુલન્સના લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી અશ્વિનભાઈ કુંજડીયા, જિલ્લા પંચાયત સભ્યશ્રી શંભુભાઈ મહિડા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.આર.એમ.જોષી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો. આર.કે.જાટ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પદાધિકારીશ્રીઓ સહિત બહોળી સંખ્યામાં ગામના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments