ભાવનગર શહેરની સર ટી હોસ્પિટલ ખાતે ગાયનેક ઓપીડી બિલ્ડીંગમાં તા:૨૭-૧૧-૨૪ ના રોજ ભારત સરકારના રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RKSK) અંતર્ગત સરકારી મેડીકલ કોલેજ,ભાવનગર ના પી.એસ.એમ વિભાગ ના તકનીકી માર્ગદર્શન હેઠળ તરુણ-તરુણીઓ માટે ના આરોગ્ય વિષયક કાઉન્સેલિંગ તથા સારવાર માટે ના ખાસ કલીનીક મોડેલ-એડોલેસંટ કલીનીક એટલે કે Model-AFHRC (Model-Adolescent Friendly Health Resource Centre) નો તબીબી અધિક્ષક ડો.ચિન્મય શાહ ના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.
આપણા દેશ માં ૧૦ થી ૧૯ વર્ષની વયના તરુણ-તરુણીઓ ની વસતી કુલ વસ્તી ના ૨૦% જેટલી છે.તથા તરુણ-તરુણીઓ ને મૂંઝવતા આરોગ્ય પ્રશ્નો જેમ કે માસિકની સમસ્યાઓ,ડીપ્રેશન,અભ્યાસના ભારણને લીધે આત્મહત્યા ના વિચારો આવવા,પોષણ ક્ષમ આહાર તથા તંદુરસ્ત જીવનશૈલી વિશે ની માહિતી નો અભાવ,રોડ ટ્રાફિક અકસ્માતો,વ્યસનો વિગેરે ખુબ મોટા પ્રમાણમાં જોવા મળે છે.આવા તરુણ તરુણીઓને એમની આરોગ્ય સમસ્યાઓ માટે કાઉન્સેલિંગની જરૂર હોય છે.અને એમની આરોગ્ય સમસ્યાઓ ના નિરાકરણ માટે અત્રેની સંસ્થા ખાતે મોડેલ-એડોલેસંટ કલીનીક Model-AFHRC (Model-Adolescent Friendly Health Resource Centre) શરુ કરવામાં આવેલ.જે અંતર્ગત કલીનીક માં ખાસ એડોલેસંટ હેલ્થ માં તાલીમ પામેલા કાઉન્સેલરો દ્વારા તરુણ-તરુણીઓ ની આરોગ્ય સમસ્યાઓનું કાઉન્સેલિંગ કરવામાં આવશે તથા જરૂર પડયે એમને નિષ્ણાત તબીબો દ્વારા તબીબી સારવાર પણ આપવામાં આવશે.આ તકે ડીન ડો.અમિત પરમાર, પી.એસ.એમ વિભાગના વડા ડો. ભરત પટેલ, Model-AFHRC ના નોડલ ઓફિસર ડો.પ્રદિપ પીઠડિયા તથા અન્ય તબીબો તથા નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments