બાબરાના ગમાપીપળીયા ગામમાં આંગણવાડી કેન્દ્ર -નં ૩૭ ના રૂમ નું ઉપસરપંચ વિસાભાઇ વાઢીયા સહિત સ્થાનિક અગ્રણી ઓના વરદહસ્તે લોકાર્પણ અત્રે ઉલ્લેખનીય છે કે દેવજીભાઈ હરજીભાઈ માળવીયા તરફથી આશરે ૩૦ વર્ષ પહેલા.બંધાવી આપેલ.બાળ મંદિર રૂમ નું વર્ષ ૨૦૨૪-૨૫ માં નવીનીકરણ ગમા પીપળીયા ગ્રામ પંચાયત તરફ થી કરવામાં આવ્યું જીર્ણોદ્ધાર પામેલ આંગણવાડી નું ઉદધાટન ઉપસરપંચ વિસાભાઈ વાઢીયા સદસ્ય વિનુભાઈ પાનશેરીયા પૂર્વ દાતા દેવજીભાઈ પરિવાર ના જેન્તીભાઈ માળવિયા ભારતીય કિસાનસંઘ બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઈ પાનશેરીયા લાખાભાઈ વાઢીયા શૈલેષભાઈ પાનશેરીયા, મનુભાઇ ભેંસાણીયા, વિનુભાઈ કાનગડ, રમેશભાઈ ખુમાણ આંગણવાડી સંચાલક વંદનાબેન સુપરવાઇઝર લલીતાબેન સહિત આંગણવાડી વર્કર હેલ્પર બહેનો દ્વારા રીબીન કાપી દીપપ્રાગટ્ય કરી ગ્રામજનો ની વિશાળ ઉપસ્થિતિ માં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો આંગણવાડી પરિસર માં બ્લોકના દાતા વિહાભાઈ વાઢીયા અને બાબુભાઈ માળવિયા દ્વારા નખાવી આપ્યા હતા ગમા પીપળીયા પ્રા શાળાના શિક્ષિકા પ્રજ્ઞાબેને ગમા પીપળીયા ગામના દરેક નાગરિકોનો આભાર માનેલ. આવા જ સેવાના કાર્ય કરતા રહો એવી શુભ ભાવના વ્યકત કરેલ
ગમાપીપળીયા ગામમાં આંગણવાડી કેન્દ્ર – નં ૩૭ ના રૂમ નું સ્થાનિક અગ્રણી ઓના વરદહસ્તે લોકાર્પણ

Recent Comments