ગુજરાત

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના ગ્રાન્ટમાંથી ભંડારીયા ગામે 20 લાખના વિકાસકાર્યોનું લોકાર્પણ

સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્તે સિહોર તાલુકાના સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના (MPLADS) અને વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અંતર્ગત 20 લાખના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રીએ 20 લાખના ખર્ચે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કુમાર શાળા ભંડારીયા ખાતેથી કર્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ” મંત્રને સાકાર કરવા માટે સતત કાર્યરત છે. એમ્બ્યુલન્સનું લોકાર્પણ થવાથી આસપાસના વિસ્તારોમાં ઝડપથી આરોગ્ય સુવિધા પૂરી પાડી શકાશે.

આ તકે સી.ડી.એચ.ઓ. શ્રી ડો. ચંદ્રમણી કુમાર, તાલુકા વિકાસ અધિકારી શ્રી પી.કે.રાવત, જિલ્લા પંચાયત સભ્ય શ્રી કમુબેન ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી લીલાબેન મકવાણા, આગેવાન શ્રી ભૂપત ભાઈ ડાભી, શ્રી ભરતભાઈ મેર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts