fbpx
ગુજરાત

રાજકોટ માં પાટીદાર સમાજ નાં એકીકૃત સામાજિક સંગઠન “આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના” નાં કાર્યાલય નું ઉદ્દઘાટન 

રાજકોટ :: સમગ્ર દેશમાં અને વિદેશમાં વસવાટ કરતા પટેલ – પાટીદાર – કૂર્મી – કુનબી મરાઠા – કમ્મા – ખડાયાત – ગુર્જર નાં નામથી પ્રચલિત કિસાન જાતિ ની સામાજિક એકતા માટે નવનિર્મિત સંગઠન આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના નાં વહીવટી કાર્યાલય નો આગામી 12, જાન્યુઆરી, રવિવાર નાં રોજ સ્વામી વિવેકાનંદ નાં જન્મદિન પર રાજકોટ ખાતે શુભારંભ કરવામાં આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના નાં કાર્યાલયનું સમાજનાં શ્રેષ્ઠીઓ અને નવ યુવાનો ની હાજરીમાં ઉદઘાટન કરવામાં આવશે. કૂર્મી સેના નાં યુવાનો દ્વારા ઉદઘાટન સમારોહ ને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. કૂર્મી સેના દ્વારા 12, જાન્યુઆરી નાં રોજ આ પ્રસંગે એક ખાસ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવશે. પ્રવર્તમાન સમયમાં શહેરો માં મધ્યમ વર્ગ આર્થિક ભીંસ ને કારણે મુશ્કેલી નો સામનો કરી રહેલ છે અને તેને કારણે સામૂહિક આપઘાત નાં બનાવો પણ મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે ત્યારે આ બાબતે સંગઠન દ્વારા સક્રિય કામગીરી કરવામાં આવશે. વ્યાજખોરો અને અસામાજિક તત્વો નાં ત્રાસ સામે આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના સમાજને સુરક્ષા મળે તે માટે આ હેલ્પ લાઈન નંબર જાહેર કરી રહેલ છે..આંતરરાષ્ટ્રિય કૂર્મી સેના દ્વારા જે વહીવટી કાર્યાલય શરૂ કરવામાં આવી રહ્યું છે

ત્યાંથી કેટલાક વિશેષ સેવાકીય પ્રકલ્પો સમાજની એકતા અને વૈચારિક જાગૃતિ માટે શરૂ કરવામાં આવશે જેમાં મુખ્યત્વે  સામાજિક એકતા નાં ઉદ્દેશ્ય સાથે સમાજ માં જન્મ લઈને વિવિધ ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી કરનાર મહાનુભાવો નાં જન્મ અને નિર્વાણ દિન નિમિત્તે વિશેષ કાર્યક્રમો નું આયોજન કરવું,સમગ્ર સમાજમાં રોટી – બેટી નો વ્યહવાર સ્થાપિત કરવા માટે આંતરરાજ્ય સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવું, સમાજનાં લોકોની સલામતી માટે એક્શન કમિટી બનાવી સમાજને ગુંડાઓ – વ્યાજખોરો – અસામાજિક તત્વો સામે સુરક્ષા કવચ પૂરું પાડવું , સમાજનાં યુવાનોમાં શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા કેળવવા વિવિધ સ્પર્ધાઓ નું આયોજન કરવું, ખેતી – વ્યાપાર – ઉદ્યોગ – આરોગ્ય – શિક્ષણ  જેવા વિવિધ 15  ક્ષેત્રોમાં નક્કર કામગીરી માટે બુદ્ધિજીવી અને અનુભવી લોકોની સમિતિ બનાવવી,સમાજમાં વૈચારિક જાગૃતિ માટે પુસ્તકો – મેગેઝિન પ્રસિદ્ધ કરી સાહિત્ય ક્ષેત્રે નક્કર કામગીરી કરવી – સમાજનાં લેખકો – કવિઓ – સાહિત્યકારો – કલાકારો ને પ્લેટફોર્મ પૂરું પાડવું, 

 સમાજનાં જરૂરિયાત મંદ લોકો માટે દાતાઓના સહયોગથી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવી વગેરે નો સમાવેશ કરવામાં આવેલ છે. કૂર્મી સેના નાં મુખ્ય સલાહકાર અશોકભાઈ દલસાણીયા,અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા, મહામંત્રી ચિરાગ કાકડીયા, રાજકોટ શહેર મહામંત્રી કેતન તાળા, , વિજય શિયાણી, નરેન્દ્ર પટેલ, હરેશભાઈ બુસા, ધવલ વડલિયા ભાસ્કર પટેલ, સંજય ખીરસરિયા, કૌશિક ગોવાણી, અર્જુન બરોચિયા, રવી વિરપરિયા, કાર્તિક મેઘપરા, પ્રિન્સ પટેલ, ચિરાગ જસાણી, મયુર સાવલીયા સહિત નાં કાર્યકરો આ ઉદઘાટન સમારોહ ને લઈને જહેમત ઉઠાવી રહ્યા છે. કૂર્મી સેના નું કાર્યાલય સહજાનંદ કોમ્પલેક્ષ, ચશ્મા ઘર ઉપર, મવડી ચોકડી પાસે, રાજકોટ ખાતે શરૂ થવા જઇ રહ્યું છે જ્યાં સમાજનાં જરૂરિયાત મંદ લોકો માટે અવાજ ઉઠાવવામાં આવશે.

Follow Me:

Related Posts