દામનગર ના ભાલવાવ ગામે ભાલ તીર્થ કેળવણી મંડળ સંચાલિત શ્રી ઉત્તર બુનિયાદી ઉચ્ચતર માધ્યમિક શાળા પરિસર ખાતે વિવિધ પ્રકલ્પો નું પૂજ્ય ક્રાંતિકારી સ્વામી શ્રી આત્માનંદ સરસ્વતીજી ની અધ્યક્ષતા માં ભવ્ય લોકાર્પણ કરાયું અનેક ઉદાર દિલ દાતા પરિવારો ની ઉદાર સખાવતો એ નિર્માણ વિવિધ સુવિધા ઓ મુખ્ય ભવન ના દાતા શ્રી કાનજીભાઈ જવેરભાઈ વિરાણી શ્રી શેતાનસિંગ રાજપૂત જી સી ફાઉન્ડેશન શાળા કેમ્પસ રાજ્યસભા સાંસદ શ્રી શક્તિસિંહજી ગોહિલ કોમ્પ્યુટર રૂમ ના દાતા શ્રી મોંઘીબેન પરમાણંદભાઈ વોરા ગારીયાધાર મુખ્ય પ્રવેશદ્વાર શ્રી વલ્લભભાઈ પરશોતમભાઈ વિરાણી ના પુત્રરત્નો વિનોદભાઈ અને હરેશભાઇ સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ના દાતા શ્રી પંકજભાઈ મુળજીભાઈ સિદ્ધપરા સહિત અનેક સખાવતી કેળવણી પ્રેમી દાતા પરિવારો ના વરદહસ્તે વિવિધ પ્રકલ્પો નું લોકાર્પણ કરાયું હતું લોકાર્પણ પ્રસંગે પધારેલ મહાનુભવો ના સત્કાર સામૈયા દીપ પ્રાગટય સંસ્કૃતિ કાર્યકમો સહિત પૂજ્ય સંતો ના આશીર્વાદ જેવા દિવ્ય કાર્યકમો વચ્ચે આદ્ય સ્થાપક કેળવણી પ્રેમી ઓની દુરોગામી દ્રષ્ટિ ને યાદ કરાય હતી ભાલતીર્થ કેળવણી મંડળ ના પ્રમુખ ધીરુભાઈ વિરાણી કા.પ્ર મનજીભાઈ વિરાણી નિયામક મનસુખપરી બાપુ રાધવભાઈ વિરાણી ગોબરભાઈ મુલાણી છગનભાઇ વિરાણી રમેશભાઈ વિરાણી કલ્પેશભાઈ વિરાણી જીતેન્દ્રભાઈ જસાણી દલસુખભાઈ વિરાણી કિશોરસિંહ ગોહિલ વિનોદભાઈ વિરાણી શાળા પરિવાર આચાર્ય એસ ડી બોરીચા શ્રી એસ એચ ગોસ્વામી શ્રી એમ એ મોદી શ્રી વી એમ મોણપરા શ્રી મતિ નયનાબેન ગોહિલ શ્રી વી એન સોલંકી શ્રી મતી નેહાબેન વ્યાસ શ્રી ધ્રુપલ બા ગોહિલ સહિત સમગ્ર ભાલતીર્થ કેળવણી મંડળ દ્વારા આયોજિત લોકાર્પણ સમારોહ ના બેનમૂન આયોજન માં દેશ દેશાવર થી અનેક સાધુ સંતો સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઓ સમાજ શ્રેષ્ટિ ઓ કેળવણી રત્નો ડોકટરો વિવિધ અધિકારી ગણ એવમ રાજસ્વી અગ્રણી ઓની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાયો હતો ભાલતીર્થ કેળવણી મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી ઉચ્ચતર માધ્યમિક શાળા પરિસર માં અઢારેય આલમ વચ્ચે પૂજ્ય આત્માનંદ સરસ્વતીજી ની માર્મિક ટકોર ને સ્થિરપ્રજ્ઞ કલાકો સુધી સાંભળતા શ્રોતા જનો ભાવનગર અમરેલી બોટાદ સુરત અમદાવાદ સહિત ના વિસ્તારો માંથી પધારેલ અનેક મહાનુભવો કેળવણી પ્રેમી દાતા ની ઉદાર સખાવતો ની સરાહના કરતા પૂજ્ય આત્માનંદ સરસ્વતીજી સહિત ના મહાનુભવો
ભાલવાવ ગામે ભાલતીર્થ કેળવણી મંડળ ની સ્થાપના સને ૧૯૯૦ માં કરાય ખૂબ ટૂંકા સમય દરમ્યાન અનેક સિદ્ધિ ઓ સર કરી તેમાં કર્તવ્ય નિષ્ઠ શિક્ષકો ટ્રસ્ટી મંડળ અને ઉદાર દિલ દાતા ઓનું વિશ્વાસ આજે ૩૫ વર્ષ માં ઉત્તમ સંસ્કાર નું કેન્દ્ર ભાલતીર્થ કેળવણી મંડળ દ્વારા આવતા ભવિષ્ય નું ભવ્ય અને દિવ્ય મીષ્કર્ષ ઘડતર કરાય રહ્યું છે તેથી ખૂબ રાજીપો વ્યક્ત કરી અંતર થી આશિષ પાઠવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ૧૦૦ ટકા પરિણામ અને ૨૫ જેટલા શાળા ના ભુતપૂર્વ વિદ્યાર્થી ઓ દેશ ની સુરક્ષા વિગ લશ્કર માં સેવારત છે તે ગૌરવંતી વાત છે ભાલતીર્થ કેળવણી મંડળ ના કાર્યક્રમ માં અનેક જાણીતા મહાનુભવો વિજયભાઈ માંગુકિયા મહાદેવ લેખક વિવેચક સાગર રબારી ધાર્મિક માલવીય અલ્પેશભાઈ કથીરિયા સુધીરભાઈ વાધણી જેનીબેન ઠુંમર સહિત અનેકો પ્રસિદ્ધ વ્યક્તિ ઓની હાજરી જોવા મળી હતી


















Recent Comments