જૂનાગઢમાં ગુંડાઓની ગુંડાગર્દીમાં વધારો, રિક્ષાચાલક પર હુમલો
જૂનાગઢમાં ગુંડાઓની ગુંડાગર્દી વધી છે. ત્યારે કાળવા ચોક વિસ્તારમાં રાત્રીના સમયે તીક્ષ્ણ હથિયારો સાથે હંગામો મચાવનાર શખ્સની પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢમાં ગુંડાઓની ગુંડાગર્દી વધી છે. ત્યારે કાળવા ચોક વિસ્તારમાં રાત્રીના સમયે તીક્ષ્ણ હથિયારો સાથે હંગામો મચાવનાર શખ્સની પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢમાં દિવસેને દિવસે ગુંડાઓની ગુંડાગર્દી વધી રહી છે ત્યારે જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા કાળવા ચોક વિસ્તારમાં રાત્રીના સમયે અસામાજિક તત્વોએ તીક્ષ્ણ હથિયારો સાથે હંગામો મચાવ્યો હતો.
જ્યારે તેઓએ રિક્ષાચાલક વિવેક સાગઠીયા પાસે પૈસા માંગ્યા ત્યારે તેઓએ રિક્ષાચાલકને હથિયાર વડે માર માર્યો હતો અને રાત્રે સમગ્ર વિસ્તારને બાનમાં રાખ્યો હતો. સમગ્ર મામલે પોલીસની જુદી-જુદી ટીમો ઘટના સ્થળે પહોંચીને ફિલ્મી સ્ટાઈલમાં આતંક મચાવનાર વિજય ચુડાસમા નામના શખ્સની ધરપકડ કરી હતી. ઝડપાયેલા વિજય સામે અનેક ગુના નોંધાયા હોવાનું પણ બહાર આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢમાં અસામાજિક તત્વોએ હાહાકાર મચાવ્યો છે. એક વ્યક્તિએ જાહેરમાં યુવકને બંદૂકની અણીએ ધમકી આપી હતી. રિક્ષા લાવનાર વ્યક્તિએ પૈસા માંગ્યા. યુવકે પૈસા આપવાની ના પાડતાં તેણે યુવક પર હુમલો કર્યો હતો.
જેના કારણે યુવકને પગમાં ઈજા થઈ હતી. જે બાદ પોલીસે આરોપીને પકડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે જૂનાગઢ ડીવાયએસપી નિકિતા શિરોયાએ જણાવ્યું હતું કે રિક્ષાચાલક અને રિક્ષાચાલક તરીકે નોકરી કરતા વિવેકભાઈ મનીષભાઈ સાગઠીયાએ ફરિયાદ નોંધાવી છે અને રાત્રે ૧૦ વાગ્યાના સુમારે કાળવા ચોકમાં હાજર હતા. ત્યારબાદ આરોપી વિજયભાઈ ચુડાસમાએ તેની પાસે પૈસાની માંગણી કરી હતી. વિજયભાઈએ કહ્યું કે તમે રિક્ષા ચલાવો તો મને તમારા ખિસ્સામાંથી પાંચસો રૂપિયા આપો. જાે નહીં આપો તો સ્થિતિ ખરાબ થશે તેવી તેણે ધમકી આપી હતી, જે બાદ વિવેકભાઈએ પૈસા આપવાની ના પાડતાં વિજયે વિવેકભાઈને પગમાં તીક્ષ્ણ વસ્તુ વડે હુમલો કર્યો હતો. જેના આધારે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ વિજયભાઈને પણ રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. તેમજ તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે.
Recent Comments