લાઈનમાં ઉભા રહીને
થાક્યા છે સૌ નર-નારી,
ખબર નથી ક્યારે સુધરશે
આ એજન્સીની લાચારી.
હક માટે લડવા હવે જાગ્યું છે આ સુરક્ષા મંડળ,
ન્યાય મળે ગ્રાહકોને,
એવી આશા છે અમારી.
–“પાંધી સર”
સાવરકુંડલા શહેરના દેવળા ગેઇટ પાસે આવેલી ઈન્ડેન ગેસ એજન્સી (એરો ગેસ સર્વિસ) ખાતે છેલ્લા કેટલાક સમયથી ગેસ વિતરણમાં ભારે અનિયમિતતા જોવા મળી રહી છે. આ ગંભીર બાબતે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ હિરાણી તથા સંયોજક શ્રી બિપીનભાઈ પાંધીએ મામલતદાર દેસાઈ સાહેબની રૂબરૂ મુલાકાત લીધી હતી અને ગ્રાહકોની હાલાકી અંગે લેખિત રજૂઆત કરી કડક પગલાં લેવાની માંગ કરી છે.
મુખ્ય સમસ્યાઓ અને રજૂઆતના મુદ્દાઓ:
ઈરાન-અમેરિકાના યુદ્ધની સ્થિતિને પગલે ગેસનો પુરવઠો ખોરવાશે તેવી ખોટી માહિતીથી ગ્રાહકો ગભરાઈને મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.
ગ્રાહકો રાત્રિના ૩-૪ વાગ્યાથી લાઈનોમાં ઉભા રહે છે, છતાં ૪-૫ દિવસ સુધી ધક્કા ખાવા છતાં તેમને બાટલા મળતા નથી. એજન્સી દ્વારા દિવસ દરમિયાન માત્ર ૫૦ પુરુષો અને ૫૦ સ્ત્રીઓને જ ચિઠ્ઠી આપવામાં આવે છે, બાકીના ગ્રાહકોને ખાલી હાથે પરત ફરવું પડે છે.
એજન્સી દ્વારા ગામડાના કનેક્શનોમાં હોમ ડિલીવરી આપવામાં આવતી નથી. લોકોએ જાતે આવીને સિલિન્ડર લઈ જવા પડે છે, જે નિયમોનું ઉલ્લંઘન છે.
મામલતદારને સોંપવામાં આવેલા પત્રમાં જણાવાયું છે કે ૧ થી ૭ તારીખ સુધીમાં ૧૦૦૦ સિલિન્ડર ફાળવવામાં આવ્યા હોવા છતાં વિતરણ વ્યવસ્થા અત્યંત કથળેલી છે. આ મામલે યોગ્ય તપાસ કરી ગ્રાહકોની હાલાકી દૂર કરવા વિનંતી કરવામાં આવી છે
















Recent Comments