તાજેતરમાં પ્રતાપ દૂધાત દ્વારા મતબેંકની રાજનીતિ અને ખાસ વર્ગની ખુશામત માટે ભાજપના કાર્યકર્તાઓ
તથા આગેવાનો સામે નીચી કક્ષાની અને અશોભનીય ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે અત્યંત નિંદનીય,
દુર્ભાગ્યપૂર્ણ અને સમાજમાં દ્વેષ ફેલાવનારું છે.
ભારતીય રાજનીતિમાં વિચારોની અને મુદ્દાઓની લડાઈ હોવી જોઈએ – અને તે લોકશાહીનું સૌંદર્ય પણ છે.
પરંતુ કોઈ ખાસ વર્ગને ખુશ કરવા માટે હિન્દુ સમાજ અને ખાસ કરીને ભાજપના કાર્યકર્તાઓ તથા આગેવાનો માટે
અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરવો એ પ્રતાપ દૂધાતની નબળી અને વિકૃત માનસિકતાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે.
પ્રતાપ દૂધાત દ્વારા અપનાવવામાં આવતી મતબેંક કેન્દ્રિત રાજનીતિ સમાજને વહેંચવાની અને લોકો વચ્ચે
તણાવ ઊભો કરવાની નીતિ છે. ભાજપના કાર્યકર્તાઓ વર્ષોથી સેવા, સંઘર્ષ અને વિકાસના કાર્યમાં સતત જોડાયેલા રહ્યા
છે. આવા કાર્યકર્તાઓને નિશાન બનાવીને અપમાનિત કરવું એ માત્ર ભાજપનું નહીં, પરંતુ લોકશાહી મૂલ્યોનું પણ
અપમાન છે.
અમે પ્રતાપ દૂધાતને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપીએ છીએ કે, રાજકીય લાભ માટે સમાજમાં વિખવાદ ઉભો
કરવાની અને અપમાનજનક ભાષા વાપરવાની આ રીત બંધ કરે. જનતા હવે આવા “મતબેંકના તલવા ચાટતા” નેતાઓની
અસલ નીતિ અને માનસિકતા સમજી ચૂકી છે.
ભાજપ કાર્યકર્તાઓ કોઈની ધમકી કે અપમાનથી ડરતા નથી. અમે વિકાસ, સંસ્કાર અને રાષ્ટ્રહિતના માર્ગે અડગ
રહીને જનસેવા માટે સતત કાર્ય કરતા રહીશું.
મતબેંકની રાજનીતિ માટે હિન્દુ સમાજ અને ભાજપ કાર્યકર્તાઓ સામે અશોભનીય ભાષા – પ્રતાપ દૂધાતની વિકૃત માનસિકતા પ્રગટ :- રજની ડોબરીયા,જીગ્નેશ સાવજ,અનિરુધસિંહ રાઠોડ


















Recent Comments