દુનિયાભરના દેશ હવે AIને લઈને નવા નિયમો બનાવી રહ્યા છે. ભારતે પણ હવે AIને લઈને તેમની નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે. આ ગાઇડલાઇન્સમાં જવાબદારી સ્વીકારવાની વાત કરવામાં આવી છે. તેમ જ સેફ્ટી, સિક્યોરિટી અને સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી કોઈ પણ નવી શોધ કરવા પર જોર આપવામાં આવ્યું છે. મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી દ્વારા આ ગાઇડલાઇન્સ લોન્ચ કરવામાં આવી છે. IndiaAI મિશન હેઠળ ભારતને વધુ વિશ્વસનીય AI બનાવવા માટે આ ગાઇડલાઇન્સ પ્રોત્સાહન આપશે એવું કહેવામાં આવી રહ્યું છે.કોઈને નુકસાન નહીં થવું જોઈએ આ નવી ગાઇડલાઇન્સનો મુખ્ય સિદ્ધાંત એના દ્વારા કોઈને પણ નુકસાન નહીં થવું જોઈએ. સરકાર માટે વૈજ્ઞાનિક સલાહકાર તરીકે કામ કરતાં પ્રોફેસર અજય કુમાર સૂદ કહે છે: ‘આ ગાઇડલાઇન્સને એવી રીતે બનાવવામાં આવી છે કે એનાથી કોઈ પણ વ્યક્તિ AIની ઇકોસિસ્ટમમાં રહીને દુનિયાભરમાં સુરક્ષિત AI બનાવી શકશે.’સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી આ ગાઇડલાઇન્સને ચાર મુખ્ય આધારસ્તંભ અને સાત મહત્વના સિદ્ધાંતો પર બનાવવામાં આવી છે. આ સિદ્ધાંતોને AIના સાત સૂત્રો કહેવામાં આવી રહ્યા છે.જૂના કાયદાનો અમલ: સરકાર દ્વારા AIને લઈને નવા કાયદા બનાવવાની જગ્યાએ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને ડેટા પ્રોટેક્શનના કાયદામાં જ AIનો સમાવેશ કરવામાં આવ્યો છે.AIને માત્ર એક જ એજન્સી જોશે એવું નથી. સરકાર દ્વારા દરેક ક્ષેત્રની એજન્સીને આ જવાબદારી આપવામાં આવી છે. એટલે કે બેન્કને લગતા AI પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, શેર માર્કેટને સેબી—આ રીતે દરેક એજન્સી સાથે મળીને AI પર ધ્યાન આપશે.સરકાર દ્વારા ગાઇડલાઇન્સમાં સાફ જણાવી દેવામાં આવ્યું છે કે કોઈ પણ AI ટૂલને લોન્ચ કરવા પહેલાં એને કન્ટ્રોલ એન્વાયરમેન્ટમાં ટેસ્ટ કરવામાં આવે. તમામ બાબત યોગ્ય હોય ત્યાર બાદ જ એને લોકો માટે રિલીઝ કરવામાં આવે.સરકાર દ્વારા ડેટા પ્રોટોકોલ અને AIના પર્ફોર્મન્સને લઈને જે-તે કંપની પર જવાબદારી નાખી છે. તેમણે દરેક બાબતનું ધ્યાન રાખવાનું રહેશે. જો થોડું પણ ઉપર નીચે થયું તો એ માટે કંપનીની જવાબદારી રહેશે.AI માટેના સાત સૂત્રો:
સુરક્ષા, સ્થિતિસ્થાપકતા અને ટકાઉપણું
આ ગાઇડલાઇન્સ દ્વારા લોકોને કાયદા સાથે બાંધવામાં નથી આવી રહ્યા, પરંતુ ડેવલપર્સ, રેગ્યુલેટર્સ અને સ્ટેકહોલ્ડર્સ પોતાની રીતે જવાબદારી લે અને AIની સિસ્ટમને સુરક્ષિત બનાવે એ છે. તેમ જ પક્ષપાતી, ખોટી માહિતી ફેલાવનારું અને એનો દુરુપયોગ કરવામાં ન આવે એ માટે આ ગાઇડલાઇન્સ બનાવવામાં આવી છે.આ AI દ્વારા હેલ્થકેર, એજ્યુકેશન અને એગ્રિકલ્ચરમાં નવી-નવી AI એપ્લિકેશન બનાવવામાં આવશે. આ ટૂલ દ્વારા લોકોને ફાયદો થશે એ વાતનું ધ્યાન રાખવામાં આવશે. તેમ જ AI સિસ્ટમમાં લોકોને વિશ્વાસ બેસે એનું પણ ધ્યાન રાખવામાં આવશે. ક્રિએટિવિટીમાં કોઈ અવરોધ લાવવા વગર જવાબદારી નિભાવવામાં આવે એ સરકારનું લક્ષ્ય છે અને એ માટે આ ગાઇડલાઇન્સ મહત્વની છે.
વિશ્વાસ
જનતા પહેલા
સંયમ ઉપર નવીનતા
નિષ્પક્ષતા અને સમાનતા
જવાબદારી
ડિઝાઇન દ્વારા સમજી શકાય એવું



















Recent Comments