ભારત અને ઇન્ડિયા આ બન્ને નામને લઇને હાલમાં જબરજસ્ત ચર્ચાઓ ચાલી રહી છે. બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મિડીયામાં ઘણાં એક્ટિવ રહેતા હોય છે. આમ વાત કરવામાં આવે તો દેશમાં ચાલી રહેલા મુદ્દાઓ પ્રતિક્રિયા આપવા માટે બિગ બી ક્યારે પાછા પડતા નથી. હાલમાં સોશિયલ મિડીયામાં આ મુદ્દા પર બિગ બી એ પોતાનો અભિપ્રાય આપીને ટિ્વટ કર્યુ છે જે વાયુવેગે વાયરલ થઇ રહ્યું છે. અમિતાભ બચ્ચને હાલમાં એક્સ (ટિ્વટ) પર એક પોસ્ટ શેર કરી છે જેના કારણે ચારેબાજુ હાલમાં ચર્ચાઓ ચાલી રહી છે. જાે કે આ પોસ્ટ અનેક લોકો વિચારતા થઇ ગયા છે. જાે કે આટલું વાંચતાની સાથે અનેક લોકો વિચારમાં પડી ગયા છે કે આખરે બિગ બીએ પોસ્ટમાં શું લખ્યુ છે. આમ, તમે પણ જાણવા ઇચ્છો છો તો અમે તમને જણાવી દઇએ કે આખરે આ પોસ્ટમાં એવું તો શું લખ્યુ છે જેના કારણે ચારે બાજુ ચર્ચાનો વિષય બન્યો છે. અમિતાભ બચ્ચને ટિ્વટ પર ‘ભારત માતા કી જય’ લખીને ટિ્વટ કર્યુ છે. જાે કે બીગ બીનું આ ટિ્વટ હાલમાં ખૂબ વાયરલ થઇ રહ્યુ છે. આ ટિ્વટને લેટેસ્ટ ખબરો સાથે જાેડીને ચર્ચાઓએ જાેર પકડ્યુ છે.
ઉલ્લેખનીય છે કે સરકાર દેશનું અંગ્રેજી નામ ૈંદ્ગડ્ઢૈંછ નું નામ ખતમ કરવાનું પ્લાનિંગ કરે છે. મળતી માહિતી અનુસાર આ નામનો પ્રસ્તાવ સંસદમાં પણ સરકાર રાખી શકે છે. આ બધી ખબરો વચ્ચે અમિતાભ બચ્ચનનું આ ટિ્વટ ખૂબ વાયરલ થઇ રહ્યું છે. ટિ્વટમાં બીગ બીએ આપણાં ઝંડાનું ઇમોજી મુક્યુ જ્યારે બીજી બાજુ લાલ રંગના ઝંડાનું ઇમોજી મુક્યુ છે. જાે કે આ વાતમાં કેટલી સચ્ચાઇ એ વિશે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે, પરંતુ હાલમાં દેશના નામની ચર્ચાને લઇને રાજનૈતિકથી લઇને બોલિવૂડમાં અનેક પ્રકારે લોકો પોતાના વ્યુ જણાવી રહ્યા છે. અમિતાભ બચ્ચનના આ ટિ્વટને યુઝર્સ પ્રેસીડેન્ટ ઓફ ભારત સાથે જાેડી રહ્યા છે. આટલું જ નહીં, એક યુઝર્સે તો લખ્યુ છે કે આજે અમિતાભ બચ્ચન સરે દિલ ખુશ કરી દીધું…ભારત માતા કી જય નોંધનીય છે કે ય્૨૦ સમિટ દરમિયાન રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત થનાર રાત્રી ભોજનના નિમંત્રણ પત્રને લઇને વિવાદ થઇ રહ્યો છે. કોંગ્રેસ આરોપ લગાવ્યો છે કે રાષ્ટ્રપતિ ભવનમાં નવ સપ્ટેમ્બરના રોજ યોજનાર ય્-૨૦ ના ડિનરના નિમંત્રણ પત્રમાં પ્રેસિડેન્ટ ઓફ ભારત લખ્યુ છે, જ્યારે આની પર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું હોવુ જાેઇએ.
Recent Comments