રાષ્ટ્રીય

દિલીપ સંઘાણીની ઉપસ્થિતમાં નવી દિલ્હી ખાતે ભારત-શ્રીલંકા સહકાર પરિષદ યોજાઈ

નવી દિલ્હી સ્થિત PHDCCI મુખ્યાલય ખાતે ભારત–શ્રીલંકા સહકાર સંવાદનું આયોજન દિલીપ
સંઘાણીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.
આ અવસરે PHDCCIના CEO ડૉ. રંજીત મહેતા, ઉન્નતિ કોઓપરેટિવના જ્યોતિ સ્વરૂપ, PHDCCI
કોઓપરેટિવ કમિટીના તરુણ ભાર્ગવ તથા રૂપેશ કુમાર સહિતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા.
PHDCCI મુખ્યાલય ખાતે ડૉ. રંજીત મહેતાએ પણ દિલીપ સંઘાણીનું સ્વાગત અને અભિવાદન કર્યું.
સંવાદ દરમિયાન ભારત અને શ્રીલંકાના સહકાર આંદોલનને નવી ઊંચાઈઓ પર લઈ જવા, ખેડૂતો
અને સમુદાયોના હિત માટે સંયુક્ત પ્રયત્નો કરવા અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી. આ પ્રસંગે
દિલીપ સંઘાણીએ ભારતીય સહકાર આંદોલનની સિદ્ધિઓ અને કાર્યપદ્ધતિ વિશે ડૉ. શાંતા જયરત્નેને
વિસ્તૃત માહિતી આપી.
આ સંવાદ બંને દેશો વચ્ચે સહકાર, ખેડૂત હિત અને પ્રાદેશિક સહયોગને વધુ મજબૂત બનાવવાની
સંયુક્ત પ્રતિબદ્ધતાનું પ્રતીક બની રહ્યો છે.
આ કાર્યક્રમમાં નેશનલ શુગર ફેડરેશન (NFCSF)ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રકાશ નાયકનાવારે,
PHDCCIના ડેપ્યુટી જનરલ સેક્રેટરી ડૉ. જતીંદર સિંહ, ઉન્નતિ કોઓપરેટિવના જ્યોતિ સ્વરૂપ, NCUI
ના ડેપ્યુટી CEO શ્રીમતી સાવિત્રી સિંહ, PHDCCI કોઓપરેટિવ કમિટીના તરુણ ભાર્ગવ, રૂપેશ કુમાર,
સંજય અગ્રવાલ સહિત અનેક ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

Related Posts