ભારતીય સેનાનાં વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ગુજરાતની મુલાકાતે
આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ગુજરાતની મુલાકાતે પધાર્યા છે. તેઓ હાલ કચ્છનાં ભુજ ખાતે સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય પહોંચ્યા હતા. આ સંગ્રહાલય વર્ષ ૨૦૦૧ નાં ગુજરાતનાં ભૂકંપ પીડિતોને સમર્પિત છે અને યુનેસ્કોનાં પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેલ્સ દ્વારા વિશ્વનાં સૌથી સુંદર સંગ્રહાલયો તરીકે નામાંકિત કરાયું છે. આર્મી ચીફે સ્થાનિક વહીવટી અધિકારીઓ અને નિવૃત્ત સૈનિકો સાથે વાતચીત કરી હતી અને રાષ્ટ્ર નિર્માણ તરફનાં તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
ઉપેન્દ્ર દ્વિવેદી ગુજરાતનાં પ્રવાસે દરમિયાન, તેમણે ભુજ ખાતે સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ વહીવટી અધિકારીઓ અને નિવૃત્ત સૈનિકો સાથે વાતચીત કરી હતી. જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ક્રીક સેક્ટરનાં આગળનાં વિસ્તારોની મુલાકાત લીધી હતી અને ફોર્મેશનની ઓપરેશનલ તૈયારીઓની પણ સમીક્ષા કરી હતી. આર્મી ચીફે એ ફોર્મેશનનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને ટેકનોલોજીનું નિરીક્ષણ કર્યું હતું.
Recent Comments