ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે ‘ઓપરેશન સિંદૂર’ મુદ્દે વાત કરતાં કહ્યું હતું કે, ભારતીય દળોએ પોતાની બહાદુરી અને હિંમતનું પ્રદર્શન કરીને એક નવો ઇતિહાસ રચ્યો છે.‘ ભારતીય સેનાએ ચોકસાઈ, સતર્કતા અને સંવેદનશીલતા સાથે કાર્ય કર્યું છે. અમે જે લક્ષ્યો નક્કી કર્યા હતા તે ચોકસાઈથી અને આયોજિત વ્યૂહરચના અનુસાર નાશ પામ્યા છે. ભારતીય સેનાએ કોઈપણ નાગરિક સ્થાનને કોઈપણ રીતે પ્રભાવિત થવા ન દેવાની સંવેદનશીલતા દર્શાવી છે. એનો અર્થ એ થયો કે સેનાએ એક પ્રકારની ચોકસાઈ, સતર્કતા અને માનવતા દર્શાવી છે.
સાથેજ કેન્દ્રીયમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે સમગ્ર દેશ વતી, હું આપણા સૈન્યના સૈનિકો અને અધિકારીઓને ઓપરેશન સિંદૂર માટે અભિનંદન આપું છું અને હું સેનાને સંપૂર્ણ સમર્થન આપવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર માનું છું. પોતાના સંબોધન દરમિયાન, સંરક્ષણ મંત્રીએ કહ્યું, ‘આપણે હનુમાનજીના આદર્શોનું પાલન કર્યું છે, જે તેમણે અશોક વાટિકાને નષ્ટ કરતી વખતે અનુસર્યા હતા, જિન મોહી મારા, તિન મોહી મારે.‘ એનો અર્થ એ થયો કે આપણે ફક્ત એ લોકોને જ માર્યા જેમણે આપણા નિર્દોષોને માર્યા છે.
રક્ષા મંત્રીએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું ‘અમે હનુમાનજીના તે આદર્શનું પાલન કર્યું છે, જે તેમણે અશોક વાટિકા નષ્ટ કરતી વખતે કર્યું હતું. ‘જિન મોહિ મારા, તિન મોહિ મારે. એટલ કે ફક્ત તેમને માર્યા છે જેમણે માસૂમોને માર્યા.‘
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણી સેનાએ ‘ઓપરેશન સિંદૂર‘ લોન્ચ કરીને, પહેલાંની માફક આ વખતે પણ આતંકવાદીઓને ટ્રેનિંગ આપનાર કેમ્પોને નષ્ટ કરીને આકરો જવાબ આપ્યો છે. ભારતે પોતાની જમીન પર હુમલાનો જવાબ આપવા માટે પોતાના ‘રાઇટ ટૂ રિસ્પોન્ડ‘ નો ઉપયોગ કર્યો છે. અમે આ કાર્યવાહી સમજી વિચારીને કરી છે. આતંકવાદીના મનોબળને તોડી પાડવાના ઉદ્દેશ્યથી આ કાર્યવાહી ફક્ત તેમના કેમ્પો, અને તેમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી જ સિમિત રાખવામાં આવી છે. હું આપણી સેનાના શૌર્યને નમન કરુ છું.
આ દરમિયાન દ્ગજીછ અજીત ડોભાલે અમેરિકન દ્ગજીછ સાથે ફોન પર વાત કરી અને એર સ્ટ્રાઈક વિશે જાણકારી આપી. તેમણે કહ્યું કે, ભારતે સટીક નિશાનો લગાવી ફક્ત આતંકવાદી ઠેકાણાને નષ્ટ કર્યા છે. ભારતે અમેરિકા સિવાય રશિયા, બ્રિટન, ેંછઈ અને સાઉદી અરબને પણ હુમલાની જાણકારી આપી હતી.
ભારતીય સેનાએ શૌર્યનું પ્રદર્શન કર્યું, આયોજનબદ્ધ રીતે આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા” કોઈપણ સિવિલિયન્સને નુકસાન નથી પહોંચ્યું: રાજનાથસિંહ

Recent Comments