ભારત સરકાર ભારતીય મુસ્લિમોને વાર્ષિક હજ યાત્રા કરવા માટે ઉચ્ચ પ્રાથમિકતા આપે છે.
તે પ્રયાસોના પરિણામે, ભારત માટે કરવામાં આવેલી ફાળવણી જે ૨૦૧૪માં ૧,૩૬,૦૨૦ હતી તે ૨૦૨૫માં ધીમે ધીમે વધીને ૧,૭૫,૦૨૫ થઈ ગઈ છે. આ ક્વોટાને સાઉદી અધિકારીઓ દ્વારા યાત્રાના સમયની નજીક અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે.
ભારતીય હજ સમિતિ દ્વારા લઘુમતી બાબતોનું મંત્રાલય (સ્ર્સ્છ) ભારતને ફાળવવામાં આવેલા મોટાભાગના ક્વોટા માટે વ્યવસ્થાનું સંચાલન કરે છે, જે ચાલુ વર્ષે ૧,૨૨,૫૧૮ છે. ફ્લાઇટ શેડ્યૂલ, પરિવહન, મીના કેમ્પ, રહેઠાણ અને વધારાની સેવાઓ સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ સાઉદી જરૂરિયાતો અનુસાર આપવામાં આવી છે અને આપેલા સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવી છે.
બાકીના ક્વોટા, રિવાજ મુજબ, ખાનગી ટૂર ઓપરેટરોને ફાળવવામાં આવ્યા હતા. સાઉદી માર્ગદર્શિકામાં ફેરફારને કારણે, આ વર્ષે સ્ર્સ્છ દ્વારા ૮૦૦થી વધુ ખાનગી ટૂર ઓપરેટરોને ૨૬ કાનૂની સંસ્થાઓમાં એકીકૃત કરવામાં આવ્યા છે, જેને કમ્બાઈન્ડ હજ ગ્રુપ ઓપરેટર્સ (ઝ્રૐય્ર્ં) તરીકે ઓળખવામાં આવે છે. કાયદાકીય પડકારોના સમાધાન માટે સ્ર્સ્છ દ્વારા આ ૨૬ ઝ્રૐય્ર્ં ને અગાઉથી હજ ક્વોટા ફાળવવામાં આવ્યા હતા. જાેકે, યાદ અપાવવા છતાં, તેઓ સાઉદી સત્તાવાળાઓ દ્વારા નિર્ધારિત જરૂરી સમયમર્યાદાનું પાલન કરવામાં નિષ્ફળ ગયા અને સાઉદી નિયમો હેઠળ જરૂરી મીના કેમ્પ, યાત્રાળુઓના રહેઠાણ અને પરિવહન સહિત ફરજિયાત કરારોને અંતિમ સ્વરૂપ આપવામાં નિષ્ફળ ગયા.
ભારત સરકાર આ બાબતે મંત્રી સ્તર સહિત સંબંધિત સાઉદી અધિકારીઓ સાથે સતત વાતચીત કરી રહી છે.
સાઉદી હજ મંત્રાલયે યાત્રાળુઓની સલામતી માટે ખાસ કરીને મીનામાં, પોતાની ચિંતાઓ પર ભાર મૂક્યો. જ્યાં મર્યાદિત જગ્યામાં ઉનાળાની ભારે ગરમીની સ્થિતિમાં હજ વિધિઓ પૂર્ણ કરવાની હોય છે. તેમણે એ પણ ભાર મૂક્યો કે વિલંબને કારણે, મીનામાં ઉપલબ્ધ જગ્યા ભરાઈ ગઈ હતી. સાઉદી અધિકારીઓએ વધુમાં જણાવ્યું છે કે તેઓ આ વર્ષે કોઈપણ દેશ માટે સમયમર્યાદા લંબાવી રહ્યા નથી.
સરકારના હસ્તક્ષેપને કારણે, સાઉદી હજ મંત્રાલયે મીનામાં હાલની જગ્યા ઉપલબ્ધતાના આધારે ૧૦,૦૦૦ યાત્રાળુઓના સંદર્ભમાં તેમનું કાર્ય પૂર્ણ કરવા માટે તમામ ઝ્રૐય્ર્ં માટે હજ પોર્ટલ (નુસુક પોર્ટલ) ફરીથી ખોલવા સંમતિ આપી છે.
આવું તાત્કાલિક કરવા માટે ઝ્રૐય્ર્ંને સ્ર્સ્છ દ્વારા નિર્દેશો જારી કરવામાં આવ્યા છે. ભારત સ્વાભાવિક રીતે વધુ યાત્રાળુઓને સમાવવા માટે સાઉદી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા કોઈપણ પગલાની પ્રશંસા કરશે.
ભારત સરકારે મુસ્લિમોની હજ યાત્રાને ઉચ્ચ પ્રાથમિકતા આપી

Recent Comments