રિફાઈનરીએ ૩૦૦ વ્યક્તિઓ માટે સીધી રોજગારી અને ૧૦,૦૦૦થી વધુ વ્યક્તિઓ માટે પરોક્ષ રોજગારીનું સર્જન કર્યું છે
ગુજરાતના વડોદરામાં આવેલ ગુજરાત રિફાઇનરીના દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રિફાઇનરી દ્વારા મેળવેલી સિદ્ધિઓ સહિત આગામી સમયમાં શરૂ કરવામાં આવનારા નવા પ્રોજેક્ટસની જાણકારી આપવામાં આવી હતી. પરિષદની શરૂઆત કર્તા પહેલા ગઈકાલે પહેલગામમાં થયેલ આતંકી હુમલાના મૃતકો માટે બે મિનીટનું મૌન પાળવામાં આવ્યું હતું.
આ પત્રકાર પરિષદમાં જાણકારી આપતા રિફાઇનરીના ગુજરાત અધ્યક્ષ અને ઇડી બીપ્લોય બીશ્વાસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઇન્ડિયન ઓઇલ ભારતની ટોચની ઉર્જા ઁજીેં છે, જે ૨૦૨૪ ફોર્ચ્યુન ૫૦૦ યાદીમાં ૧૧૬મા ક્રમે છે. ૨૩ ભારતીય રિફાઇનરીઓમાંથી ૧૧નું સંચાલન કરતી, ઇન્ડિયન ઓઇલ દેશમાં સૌથી મોટી રિફાઇનિંગ ક્ષમતા શેર (૩૨%) ધરાવે છે. ૩૧૦૦૦+ કર્મચારીઓ અને ૬૧૦૦૦થી વધુ ટચપોઇન્ટ્સ સાથે, તેનું લક્ષ્ય ૨૦૪૬ સુધીમાં નેટ ઝીરો કંપની અને ૨૦૪૭ સુધીમાં એક ટ્રિલિયન ડોલર જાયન્ટ બનવાનું છે.
ગુજરાત હેડ અને ઇડી બીપ્લોય બીશ્વાસે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના આર્ત્મનિભર ભારતના વિઝનને અનુરૂપ, ઇન્ડિયન ઓઇલની ગુજરાત રિફાઇનરી ડાઉનસ્ટ્રીમ ક્ષેત્રમાં નવીનતા અને વૈવિધ્યકરણનું નેતૃત્વ કરી રહી છે, ભારત માટે એક મુખ્ય પેટ્રોકેમિકલ હબ બનવા માટે વ્યૂહાત્મક રોકાણો અને ટેકનોલોજીમાં વધારો કરી રહી છે. ૨૦૨૧માં, રિફાઇનરીએ ગુજરાત સરકાર સાથે એક સીમાચિહ્નરૂપ સમજૂતી કરાર (સ્ર્ેં) પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં વિવિધ પ્રોજેક્ટ્સમાં ?૨૪,૦૦૦ કરોડના રોકાણ માટે પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી. આમાં પેટ્રોકેમિકલ અને લ્યુબ ઇન્ટિગ્રેશન (લુપેચ) પ્રોજેક્ટ અને એક્રેલિક્સ/ઓક્સો આલ્કોહોલ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. જે કમિશનિંગ પર પેટ્રોકેમિકલ અને વિશેષ ઉત્પાદનોમાં ભારતની આર્ત્મનિભરતાને વેગ આપશે.
ગુજરાત રિફાઇનરીમાં પેટ્રોકેમિકલ અને લ્યુબ ઈન્ટિગ્રેશન પ્રોજેક્ટ રિફાઈનરીની નેમપ્લેટ ક્ષમતા વર્તમાન ૧૩.૭ ????? થી વધારીને ૧૮ ????? કરશે. જે ભારતની આયાત ર્નિભરતામાં નોંધપાત્ર ઘટાડો કરશે. ભારત માટે મુખ્ય પેટ્રોકેમિકલ હબ બનવા માટે વ્યૂહાત્મક રોકાણો અને ટેક્નોલોજીમાં વધારો કરી રહી છે. જે આયાત પર ર્નિભરતા ઘટાડે છે અને ફાર્માસ્યુટિકલ્સ કોટિંગ્સ, કાપડ અને એડહેસિવ્સ જેવા ઉદ્યોગો માટે વિશ્વસનીય પુરવઠો સુનિશ્ચિત કરે છે. આગામી દિવસોમાં દિલ્હી બાદ હવે વડોદરામાં હાઈડ્રોજન બસની સુવિધા શરૂ કરવામાં આવશે જેનું હાલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
ભારતમાં પ્રથમ વખત છફય્છજી ૧૦૦ ન્ન્, જી્ર્ંઇસ્ અલ્ટીમેટ રેસિંગ ફ્યુઅલ અને સલ્ફર બેન્ટોનાઇટનું ઉત્પાદન ભારતને ચોખ્ખા આયાતકારથી વિશિષ્ટ ઇંધણ ઉત્પાદનોના નિકાસકાર તરફ લઈ જઈ રહ્યું છે.
આઈઓસીએલ ગુજરાત રિફાઈનરી ખાતે યોજાયેલ આ પત્રકાર પરિષદમાં એચઆરના સીજીએમ ડો. પ્રશાંત રાઉત કોર્પોરેટ કોમ્યુનિકેશન ડેપ્યુટી જીએમ ડૉ. સિની મેથ્યુ ફિલિપ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર પરિષદમાં રિફાઇનરી દ્વારા તેમને મેળવેલી સિદ્ધિઓ સહિત આગામી સમયમાં શરૂ કરવામાં આવનારા નવા પ્રોજેક્ટસ અને સીએસઆર ગતિવિધિનું પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન કર્યું હતું.
Recent Comments