આફ્રિકી દેશ જાંબિયામાં ડ્રગ એન્ફોર્સમેન્ટ કમિશન અને બીજી સુરક્ષા એજન્સીઓ સાથે મળી ને એક ભારતીય યુવક ની ધરપકડ કરી છે અને તેની પાસેથી ૧૯ કરોડ રોકડ અને ચાર કરોડથી વધુ સોનું જપ્ત કરવામાં આવ્યું છે.
આ સમગ્ર મામલે મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, એક ૨૭ વર્ષિય ભારતીય યુવકને દુબઈની ફ્લાઈટ માટે જાંબિયાના લુસાકા સ્થિત કૈનેથ કોંડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યો હતો. જ્યાં પોલીસને ચેકિંગ દરમિયાન તેના પર શક થયો, ત્યારબાદ જાંબિયાના ડ્રગ એન્ફોર્સમેન્ટ કમિશને તપાસ કરી હતી અને ટીમે જ્યારે તેની સૂટકેસ ખોલતા જ તમામ ચોંકી ગયા હતા. આરોપી વ્યક્તિએ તેની બેગમાં નોટોના બંડલો અને સોનાની ઈંટો છુપાવીને રાખી હતી. આ દરમિયાન પોલીસને ૨.૩૨ મિલિયન ડૉલર (૧૯ કરોડ રૂપિયા) રોકડા અને પાંચ લાખ ડૉલર (૪ કરોડ રૂપિયા)ની સોનાની ૭ ઈંટો મળી હતી. આરોપીએ રબ્બડ બાંધી નોટોના બંડલો બેગમાં મુક્યા હતા, જ્યારે સોનાની ઈંટો પણ તેવી જ રીતે બેગમાં પડી હતી.
આ મામલે ડ્રગ એન્ફોર્સમેન્ટ કમિશે કહ્યું કે, આ ગુનામાં અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સામેલ હોઈ શકે છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. ટૂંક સમયમાં જ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, ઝામ્બિયામાં સોનું અને તાંબુ મોટી માત્રામાં છે. આમ છતાં, દેશની ૬૦ ટકા વસ્તી ગરીબી છે. આ જ કારણ છે કે, અહીં સોનાની દાણચોરી વારંવાર થાય છે.
ઉલ્લેખનીય છે કે, ઝામ્બિયામાંથી આવો જ કેસ પહેલીવાર નોંધાયો નથી. અગાઉ ૨૦૨૩માં પાંચ ઇજિપ્તીયન નાગરિકો ૧૨૭ કિલો સોના અને કરોડો રૂપિયા સાથે પકડાયા હતા.
આફ્રિકી દેશ જાંબિયામાં ભારતીય તસ્કરની ધરપકડ; ૧૯ કરોડ રોકડ અને ચાર કરોડથી વધુ સોનું જપ્ત

Recent Comments