રાષ્ટ્રીય પરશુરામ સેના દ્વારા આયોજિત પદનિયુક્તિ સમારોહ..!!
રાષ્ટ્રીય પરશુરામ સેના સનાતન ધર્મ અને હિન્દુત્વની ભાવના સાથે રાષ્ટ્રીય સ્તરે છેવાડાના માનવી સુધી સાથ સહકાર સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે. તારીખ ૨૧ ડિસેમ્બરનાં રોજ હરિયા સ્કૂલ – જામનગર ખાતે નવનિયુક્ત પદાધિકારીઓનો સ્વાગત અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો.
જામનગર ૭૮ વિધાનસભાનાં ધારાસભ્ય શ્રીમતી રિવાબા જાડેજાનાં હસ્તે દીપ પ્રાગટય સાથે કાર્યક્રમની સુંદર શરૂઆત કરવામાં આવી હતી નારી શક્તિ અને ઘરથી લઈ સમાજમાં અને બિઝનેસથી લઈને રાષ્ટ્રીય સ્તરે રાજકારણમાં પણ મહત્વના યોગદાન વિશે વાત કરતા ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજા દ્વારા તમામ નવનિયુક્ત ભાઈઓ અને બહેનોને શબ્દોથી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં ત્યારબાદ રાષ્ટ્રીય સલાહકારશ્રી નિખિલભાઈ ભટ્ટનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિશેષ રૂપથી અતિ મહત્ત્વની જવાબદારી તરીકે રાષ્ટ્રીય સ્તરે શ્રી નિખિલભાઈ ભટ્ટ ને રાષ્ટ્રીય પ્રભારી તરીકેની અલગથી નવી જવાબદારી સોંપવા બદલ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષશ્રી આશાબેન જોશી, સૌરાષ્ટ્ર અધ્યક્ષશ્રી દર્શાબેન જોશી તેમજ તમામ ઉપસ્થિત મહેમાનો અને અંદાજીત ૧૮૦ નવાં કારોબારી સમિતિના સભ્યો દ્વારા પાઘડી પહેરાવી સ્ટેન્ડિંગ તાળીઓ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્ર અધ્યક્ષશ્રી દર્શાબેન જોશી દ્વારા સરળ અર્થમાં સંસ્થાનો પરિચય આપવામાં આવેલ ત્યારબાદ વિધાનસભા ૭૯નાં લોકલાડીલા ધારાસભ્યશ્રી દિવ્યેશભાઈ અકબરીનાં આગમનથી કાર્યક્રમમાં ઉત્સાહમાં વધારો જોવા મળ્યો હતો અને શ્રી દિવ્યેશભાઈ અકબરીનાં માર્ગદર્શન હેઠળ ૫ મુદાઓને જીવનમાં કેવી રીતે અમલમાં મૂકવા અને પ્રજા અને સરકાર વચ્ચેના તાલમેલને સરળતાથી વિકાસનાં માર્ગે કેવી રીતે લઈ જવા વિશેની સંપૂર્ણ માહિતી આપી સુન્દર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તબક્કે ગુજરાત પ્રદેશ મિડિયા અધ્યક્ષશ્રી ભાર્ગવભાઈ ઠાકર દ્વારા સંગઠનના કાર્યોની સમીક્ષા અને આગામી ૦૧-જાન્યુઆરી-૨૦૨૫ થી ૩૧-માર્ચ-૨૦૨૫ સુધી રાષ્ટ્રીય પરશુરામ સેના સદસ્યતા અભિયાનની વાત મૂકી વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.
સંસ્થાનાં આ કાર્યક્રમને સફળ બનાવવા સૌરાષ્ટ્ર સંગઠન મંત્રીશ્રી અવનીબેન ત્રિવેદી, સૌરાષ્ટ્ર પ્રભારીશ્રી મિત્તલબેન શુક્લા, સૌરાષ્ટ્ર ઉપાધ્યક્ષશ્રી રેખાબેન જોશી, જામનગર જિલ્લા પ્રભારીશ્રી શોભનાબેન ત્રિવેદી, જામનગર જિલ્લા પ્રભારીશ્રી ભરતભાઈ પંડ્યા, જામનગર જિલ્લા પ્રમુખશ્રી રૂપલબેન ઠાકર, જામનગર શહેર પ્રભારીશ્રી હિતેશભાઈ શુક્લા અને જામનગર જિલ્લા અધ્યક્ષ કીર્તિભાઈ દવે દ્વારા જહેમત ઉઠાવી હતી.
Recent Comments