અમરેલી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સમગ્ર રાજ્ય સહિત અમરેલી જિલ્લાના ઉદ્યોગ અને વેપારી સંગઠનોએ જી.એસ.ટી અંગે ચર્ચા કરી

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જી.એસ.ટી ના દરમાં ઘટાડો કરવાનો ઐતિહાસિક નિર્ણય જાહેર કરતા સમગ્ર દેશના વેપાર જગતમાં નવી ઉર્જાનો સંચાર થયો છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોમવારે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જી.એસ.ટી. બચત ઉત્સવ અંગે વેપારીઓ અને ઉદ્યોગ સંગઠનો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરી હતી.   

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ વીડિયો કોન્ફરન્સમાં વેપારી સંગઠનો અને ઉદ્યોગ સંગઠનો સાથે જી.એસ.ટી.દરમાં થયેલા ઘટાડા અંગે ચર્ચા કરી હતી. સંગઠનોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નિર્ણયને આવકારતા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ વીડિયો કોન્ફરન્સમાં સ્વદેશી ઉત્પાદનોના વેચાણ અને જી.એસ.ટી. ઘટાડાના નિર્ણયને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે જણાવ્યું હતું.   

આ વીડિયો કોન્ફરન્સમાં અમરેલી જિલ્લામાંથી અમરેલી ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સઅમરેલી અર્બન ચેમ્બર ઓફ કોમર્સઅમરેલી વેપારી મહામંડળ એસોસિએશન,  ઓઇલ મીલ એસોસિએશનલઘુ ઉદ્યોગ ભારતીધી સ્કેલ મેન્યુફેક્ચરીંગ એસોસિએશનસાવરકુંડલાચેમ્બર ઓફ કોમર્સ બગસરારાજુલાઅમરેલી સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનગુજરાત ઔદ્યોગિક વસાહત જાફરાબાદ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનબાબરા જીઆઈડીસી-૧ એસોસિએશનઅમરેલી જિલ્લા એગ્રો ઇનપુટ એસોસિએશનસુવર્ણકાર સંઘઅમરેલીઅમરેલી ડિસ્ટ્રિક્ટ ડાયમન્ડ એસોસિએશનસોલ્ટ એસોસિએશનચાંચ (વિક્ટર)રાજુલા જિનીંગ એસોસિએશનબાબરા જીઆઇડીસી – ૨ એસોસિએશન સહિતના વેપારી અને ઉદ્યોગ સંગઠનો જોડાયા હતા.

Related Posts