પોરબંદર કલા નગરી પોરબંદરમાં મહાનગર પાલિકા સંચાલિત મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે તારીખ ૨૯/૧૧/૨૦૨૫ ના રોજ પોરબંદરની કલા સંસ્થા ઇનોવેટિવ આર્ટ ટ્રસ્ટ,પોરબંદર દ્વારા શહેરની વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીમાં ચિત્રકલા માં અભિરુચિ ખીલે તેવા ઉમદા હેતુથી એક આર્ટ ક્લાસીસનું આયોજન કરવામાં આવ્યું છે
જેનું ઉદઘાટન પ્રસિદ્ધ આયુર્વેદાચાર્ય ડો.સનત કુમાર જોષી ના વરદ હસ્તે કરવામાં આવ્યું
આ આર્ટ ક્લાસીસ દર શનિવાર તથા રવિવારે સંસ્થાના સુપ્રસિદ્ધ આર્ટિસ્ટ દ્વારા પેન્સિલ વર્ક,વોટર કલર,એક્રેલિક કલર જેવા વિવિધ પ્રકારના માધ્યમ માં લાઇવ પોટ્રેઇટ,લેન્ડસ્કેપ્સ વગેરે નું માર્ગદર્શન આપવામાં આવશે આ પ્રસંગે ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ ના પ્રેસિડેન્ટ બલરાજ પાડલિયા,આર્ટિસ્ટ દિનેશ પોરિયા,કરશનભાઈ ઓડેદરા,સમીર ઓડેદરા,ધારા જોષી,વત્સલ કિશોર તથા નંદિની કિશોર
ઉપસ્થિત રહી જુનિયર આર્ટિસ્ટસ ને માર્ગદર્શન આપેલ સંસ્થાના આર્ટિસ્ટ કમલ ગોસ્વામી,શૈલેષ પરમાર તથા દિપક વિઠલાણી એ સૌને અભિનંદન પાઠવેલ.


















Recent Comments