ગુજરાત

પી.એમ. શ્રી કેન્દ્રીય વિદ્યાલય, અમદાવાદ છાવણીમાં પ્રેરણાદાયી ફિલ્મ પ્રદર્શન

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ ‘ચલો જીતે હૈ’ દેશભરમાં ફરીથી રિલીઝ થઈ રહી છે. વિવેચકો દ્વારા પ્રશંસા પામેલી “ચલો જીતે હૈ” ફિલ્મ 2025ની સૌથી વધુ જોવાયેલી ટૂંકી ફિલ્મોમાં સામેલ થઈ હતી. ફિલ્મના પુનઃપ્રકાશનનો હેતુ નવી પેઢીને નિઃસ્વાર્થતા અને સેવાનો સંદેશ આપવાનો છે. આ ફિલ્મ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર, 2025 દરમિયાન ભારતભરના આશરે 500 થિયેટર અને લાખો શાળાઓમાં બતાવવામાં આવશે. આ ફિલ્મ સ્વામી વિવેકાનંદજીના સુવિચાર “વહી જીતે હૈં, જો દૂસરો કે લિયે જીતે હૈં” પરથી પ્રેરણા લઈને તૈયાર કરવામાં આવી છે અને ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પ્રારંભિક જીવન પરથી આધારિત છે.

પી.એમ. શ્રી કેન્દ્રીય વિદ્યાલય, અમદાવાદ છાવણી ખાતે ધોરણ 10 થી 12 ના આશરે 330 વિદ્યાર્થીઓ માટે સુબોધ માલગોંડે દ્ધારા નિર્મિત પ્રેરણાદાયી લઘુચિત્ર “ચલો જીતે હૈ” પ્રદર્શિત કરવામાં આવ્યું. પ્રિન્સિપાલ શ્રી સચિન કુમારસિંહ રાઠોડે પોતાના આ અંગે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આવા મૂલ્ય આધારિત કાર્યક્રમો નિયમિતપણે યોજવામાં આવશે. તેમણે સેવાભાવ, પ્રેરણા અને દેશભક્તિના સંસ્કારો વિદ્યાર્થીઓમાં વિકસે તે માટે વધુ કાર્યક્રમો યોજવાની દૃઢતા વ્યક્ત કરી હતી.

વિદ્યાર્થીઓએ ફિલ્મમાંથી શીખેલા બોધપાઠ અંગે કહ્યું હતું કે મુશ્કેલીઓ દૂર કરવા માટે અભ્યાસ અને સેવા જરૂરી છે. તેમનું માનવું છે કે દરેક યુવાને સ્વામી વિવેકાનંદના સંદેશને અપનાવવો જોઈએ. ફિલ્મ દ્વારા વિદ્યાર્થીઓએ જીવનનો હેતુ, દેશસેવા તથા પરોપકાર જેવા મૂલ્યોને નજીકથી અનુભવી શક્યા હતા. આ પ્રદર્શનથી વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, સેવાની ભાવના તથા સમર્પણ માટે નવી પ્રેરણા જાગૃત થઈ હતી.

Related Posts