અમરેલી તાલુકાના ચિતલ નજીક આવેલાં જસવંતગઢમાં વસતાં પટેલ કનુભાઈ વાઘજીભાઈ માંગરોળિયા (ઉં.વ.૭૪)નું તા.૨૪-૧૨-૨૦૨૪ મંગળવારના રોજ અવસાન થતાં તેમનાં પૂત્રો અશોકભાઈ કે. માંગરોળિયા (સરપંચ, જસવંતગઢ) તથા અશ્વિનભાઈ કે. માંગરોળિયા (સુરત) દ્વારા પિતાનાં ચક્ષુદાનનો નિર્ણય કરવામાં આવ્યો, આ માટે તેમણે દેસાઈ કોટેક્ષના વિજયભાઈ દેસાઈનાં માધ્યમથી નેત્રદાન ક્ષેત્રે સેવારત સંસ્થા સંવેદન ગૃપનાં વિપુલ ભટ્ટીને જાણ કરી ચક્ષુદાન લેવા જણાવેલ.
આ નેત્રદાન સ્વીકારવા માટે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચના સેક્રેટરી મેહુલ વ્યાસ તથા દર્શન પંડ્યાએ સેવા આપી હતી, સેવાભાવી માંગરોળિયા પરિવારે કરેલ યોગ્ય નિર્ણય બે અંધજનોના જીવનમાં રોશની લાવશે તેમજ મૃત્યુ બાદ ચક્ષુદાન માટે સમાજમાં પ્રેરણાદાયી ઉદાહરણ પુરું પાડ્યું છે, અશોકભાઈ માંગરોળિયા તેમનાં ગામ જસવંતગઢ તેમજ ચિતલ વિસ્તારમાં નેત્રદાન અંગે સતત જાગૃત તેમજ પ્રવૃત રહે છે તેમ સંસ્થાના મંત્રી મેહુલ વાઝાએ જણાવ્યું છે.
Recent Comments