મેરીયાણા ગામના અશોકભાઈ વિરજીભાઈ ખાત્રાણી કે જેમણે પોતાની દીકરીના લગ્ન પ્રસંગની યાદગીરી રૂપે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે મેરીયાણા ગામની સ્મશાન ભૂમિમાં પચાસ જેટલા વૃક્ષો વાવીને પોતાની વહાલસોયી નિધિબેનના લગ્નની યાદગીરી રૂપે વૃક્ષો વાવીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આમ પણ ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોને પણ દેવ તુલ્ય સમજી તેની પૂજા અર્ચના પણ કરવામાં આવે છે આમ સાંપ્રત સમયમાં ગ્લોબલ વર્મિંગને ખાળવા માટે પણ વૃક્ષ ઉછેર એક મહત્વપૂર્ણ પરિબળ ગણાય. આમ વ્યક્તિ ઈચ્છે તો પોતાના ઘરે આવતાં શુભ પ્રસંગે વૃક્ષોનું જતન કરી પર્યાવરણ ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકાય છે. એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું
સાવરકુંડલાના મેરીયાણા ગામના અશોકભાઈ વિરજીભાઈ ખાત્રાણીનું દિકરીના લગ્ન પ્રસંગ નિમિત્તે પ્રેરણાદાયી કાર્ય












Recent Comments