રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦ર૬નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર
થયેલ છે. જે અનુસાર ભાવનગર જિલ્લાની ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી, મહુવા, પાલિતાણા અને વલ્લભીપુર
નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી તેમજ ભાવનગર(ગ્રામ્ય), ઘોઘા, શિહોર,
વલ્લભીપુર, ઉમરાળા, મહુવા, પાલીતાણા, તળાજા, ગારીયાઘાર, જેસર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાનાર છે.
રાજય ચૂંટણી આયોગના આદેશથી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/મઘ્યસત્ર/પેટા ચૂંટણીઓમાં આદર્શ
આચાર સંહિતા બહાર પાડી તેનું કડકપણે પાલન કરવાની સુચનાઓ આપવામાં આવેલ છે. જે અનુસાર ચૂંટણી દરમ્યાન
વ્યકિતગત અથવા રાજકીય પક્ષો દ્વારા જુદી જુદી પત્રિકાઓ, પેમ્પલેટસ, પોસ્ટરો કે જે કોઇ ચૂંટણી અંગેનું સાહિત્ય પ્રેસમાં
છપાવવામાં આવે તેની ચાર નકલો અને પ્રેસના માલિકે (પ્રકાશકે) નમુના-”ક” માં કરેલ એકરારપત્ર (ડેકલેરેશન) તેમજ પ્રસિધ્ધ
કરનાર વ્યકિતએ નમુના ”ખ” માં કરેલ એકરારપત્ર (ડેકલેરેશન) સાથે સાહિત્ય છાપકામોની ચાર પ્રતો અત્રેની કચેરીએ તથા બે
પ્રતો સબંધિત મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીને મોકલવા દરેક પ્રેસ માલિકો/સંચાલકોને લખવામાં આવેલ પત્રની નકલો આ સાથે
સામેલ રાખી મોકલેલ છે. તો આપના તાલુકામાં આવેલ પ્રેસ માલિકોને તેની નકલો પહોંચતી કરી સ્થળપ્રતે સહી લઇને સહીવાળી
નકલ અત્રેની કચરીને દિન-૪માં મોકલી આપવા જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગરની યાદીમાં જણાવાયું છે.











Recent Comments