દર વર્ષે ૧૨ જાન્યુઆરીના દિવસને સ્વામી વિવેકાનંદની જન્મજયંતીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી. ડી. કાણકિયા આર્ટસ અને એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલા દ્વારા કોમર્સ તેમજ આર્ટસના વિદ્યાર્થીઓ માટે ઇન્ટર ક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ એસ.વાય.બી.એ. અને ટી.વાય.બી.એ. વચ્ચે થઈ હતી.
અશ્વિન મેરની કપ્તાની હેઠળ એસ.વાય.બી.એ.ની ટીમ અને રિઝવાન કુરેશીની કપ્તાની હેઠળ ટી.વાય.બી.એ.ની ટીમ ફાઈનલ મુકાબલા માટે મેદાનમાં ઉતરી હતી.પ્રારંભમાં કોલેજના પ્રિન્સિપાલ ડો. એસ. સી. રવિયાસાહેબે ટોસ ઉછાળ્યો, જે ટી.વાય.બી.એ. ની ટીમે જીતીને બોલિંગનો નિર્ણય લીધો. એસ. વાય. બી. એ. ની ટીમે બેટિંગ કરીને ૧૦ ઓવરમાં ૫ વિકેટ સાથે ૮૫ રન બનાવ્યા. ત્યાર બાદ ટી. વાય. બી. એ. ની ટીમે ખૂબ જ આક્રમક બેટિંગનું પ્રદર્શન કર્યું અને ૫.૫ ઓવરમાં જ ૧ વિકેટના નુકશાન સાથે ૮૬ રન બનાવીને વિજેતા ટીમનો ખિતાબ પોતાના નામે કર્યો.
ટી. વાય. બી. એ. ની ટીમ વિજેતા થઈ અને એસ. વાય. બી. એ. ની ટીમ રનર અપ બની. ટી. વાય. બી. એ. ના કપ્તાન રિઝવાન કુરેશીને તેમના અસાધારણ અને શ્રેષ્ઠ બોલિંગ માટે (૩ ઓવર, ૧૩ રન, ૪ વિકેટ) મેન ઑફ ધી મેચ જાહેર કરવામાં આવ્યા હતા.
સમગ્ર મેચ દરમિયાન શ્રી ધર્મિલ ત્રિવેદી, શ્રી વિજય ચુડાસમા અને શ્રી સચિન ઉનાવા દ્વારા અમ્પાયર તરીકે સેવા આપવામાં આવી હતી. પ્રો. હૈદરખાન પઠાણની મનોરંજનથી ભરપૂર લાઇવ કોમેન્ટરીએ ખેલાડીઓને જોમ પૂર્યું અને હાજર સૌ કોઈના મન મોહી લીધા.
સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન સ્પોર્ટ્સ કમિટીના હેડ પ્રો. ડો. અર્જુનસિંહ પરમારના માર્ગદર્શન અને નિરીક્ષણ હેઠળ કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપાલ શ્રી ડો. એસ. સી. રવિયા તેમજ કોલેજ સ્ટાફ પરિવાર દ્વારા તમામ ખેલાડીઓને અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.


















Recent Comments