અમરેલી

કાણકિયા કોલેજ સાવરકુંડલા ખાતે અમરેલી જિલ્લા સહકારી સંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી

સાવરકુંડલા સ્થિત નૂતન કેળવણી મંડળ સંચાલિત વી.ડી.કાણકિયા આર્ટસ અને એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ ખાતે ‘વિશ્વ સહકાર દિવસ’ની ઉજવણી કરવામાં આવી. જેમાં એક વકતૃત્વ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સહકાર ક્ષેત્રના જિલ્લા તથા તાલુકા કક્ષાના શ્રેષ્ઠીઓની વિશેષ ઉપસ્થિતિ રહી. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયંતીભાઈ પાનસુરીયા રહ્યા હતા. ઉપરાંત સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના ઉપપ્રમુખ દિપક ભાઈ માલાણી,
ડિરેક્ટર શરદભાઈ પંડ્યા,  મેનેજર સુરેશભાઈ સંઘાણી, સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, નાગરિક બેંકના ચેરમેન તથા હોમગાર્ડ કમાન્ડર પ્રવિણભાઇ સાવજ, સાવરકુંડલા તાલુકા યુવા સમિતિના ડિરેક્ટર અમરસિંહ રાઠોડ, શહેર ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ, શહેર ભાજપ મહામંત્રી મોહિતભાઈ સુદાણી, શહેર ભાજપ ઉપપ્રમુખ મયુરભાઈ રબારી, યુવા ભાજપ અગ્રણી શિવાંગ ભાઈ ત્રિવેદી તેમજ કુલદીપ ભાઈ કોટીલા અને કાણકિયા કોલેજના વાઇસ પ્રિન્સિપાલ પ્રોફે. રીંકુબેન ચૌધરી વગેરે ની પ્રેરક ઉપસ્થિતિ રહી. કોલેજના અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડૉ. દિલીપભાઈ ભટ્ટ  સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સેવા આપી. ઉપસ્થિત તમામ અગ્રણીઓએ વિદ્યાર્થીઓને સહકારી ક્ષેત્ર વિશે માહિતગાર કર્યા અને તેની મહત્તા સમજાવી અને તેઓ આગામી સમયમાં કારકિર્દી ના પથ પર સહકાર ક્ષેત્રમાં આવી શકે છે. એવું સરસ માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું. વકતૃત્વ સ્પર્ધામાં વિજેતા કુ. ભાગ્યશ્રી બેન શીલુ બન્યા હતા અને તેમને સર્વ મહાનુભાવો દ્વારા ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાણકિયા કોલેજ ખાતે  વિદ્યાર્થીઓની “કેમ્પસ સહકારી મંડળી’ પણ કાર્યરત છે. જેમાં આગામી સમયમાં કઈ પ્રવૃત્તિઓ હાથ ધરી શકાય તેવું માર્ગદર્શન સહકારી ક્ષેત્રના અધિકારી
સાગરભાઇ મહેતા દ્વારા આપવામાં આવ્યું.  સમગ્ર કાર્યક્રમનું આયોજન  કોલેજના પ્રિન્સીપાલ ડો. એસ.સી. રવિયા ના માર્ગદર્શન હેઠળ થયું હતું અને કાર્યક્રમનું સંચાલન ડો. હરેશ દેસરાણી દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતમાં અમરસિંહ રાઠોડ (ગોપાલ ભાઈ)એ આભારવિધિ કરી હતી. કોલેજના તમામ અધ્યાપક આ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જહેમત ઉઠાવી હતી. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.

Related Posts