અમરેલી

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ ડૉ. પ્રવીણભાઈ તોગડીયાની સિદ્ધિવિનાયક સોસાયટી અમરેલીની લીધી શુભેચ્છામુલાકાત

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ તથા હિન્દુ સમ્રાટ ડૉ. પ્રવીણભાઈ તોગડીયા તા. ૧૭-૦૮-૨૦૨૫ ને રવિવારે સિદ્ધિવિનાયક
સોસાયટી અમરેલીમાં પ્રા. એમ. એમ. પટેલના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. જેમાં સ્થાનિક આગેવાનો, સામાજિક
કાર્યકરો તથા સોસાયટીના ભાઈઓ અને બહેનોએ તેમની શુભેચ્છા મુલાકાતનું ઉત્સાહપૂર્વક ફુલહાર અને શાલ દ્વારા સ્વાગત કર્યું
હતું.
આ પ્રસંગે ડૉ. પ્રવીણભાઈ તોગડીયાએ જણાવ્યું હતું કે, “હિન્દૂ સમાજ એકતાબદ્ધ રહેશે ત્યારે જ ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કારનું સાચું
રક્ષણ થઈ શકે. યુવાનોને ધાર્મિક-સાંસ્કૃતિક ચેતનાથી જોડવાનું એ આજના સમયનું મહત્ત્વનું કાર્ય છે.” વધુમાં હનુમાન ચાલીસા
કેન્દ્રની પ્રેરણાદાયી પ્રવૃત્તિઓ અંગે પણ માહિતગાર કરેલ. ડૉ. પ્રવીણભાઈ તોગડીયાએ સમાજના સર્વાંગી વિકાસ માટે ધાર્મિક તથા
સામાજિક કાર્યોમાં સક્રિય થવાની અપીલ કરી હતી. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ડૉ. જી જે. ગજેરા
તથા સંગઠન મહામંત્રીશ્રી નિર્મલભાઇ ખુમાણ, મનસુખુભાઈ રૈયાણી, દડુભાઇ ખાચરનું પણ ફુલહાર અને શાલ દ્વારા સન્માન
કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગને સફળ બનાવવા પ્રા. એમ. એમ. પટેલ, હરેશભાઇ પંચોલી, પ્રા. મહેશભાઈ પટેલ, ભરતભાઈ ટી. પટેલ, ઘનશ્યામભાઈ
માલવીયા, રણછોડભાઈ રાઠોડ, આર. ડી. ઝાલા, અરવિંદભાઇ સોલંકી, હસુભાઈ ગળથીયા, જતીનભાઈ વિઠ્ઠલાણી, કાળુભાઈ
ચૌહાણ, કાનભાઈ સારીખડા, રાજુભાઈ, ગૌતમભાઇ ગજેરા, ભદ્રેશસિંહ પરમાર, આનંદભાઈ રાઠોડ, ભાર્ગવભાઈ પંચોલી, રિધમ
પટેલ, આકાશભાઈ અગ્રાવત વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.

Related Posts