fbpx
ગુજરાત

પોરબંદર નટવરસિંહ આર્ટ ગેલેરી ખાતે આંતરરાષ્ટ્રીય ચિત્રકાર નો પરિસંવાદ

પોરબંદર કલાનગરી પોરબંદરમાં મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે તાજેતરમાં તા.૪ ફેબ્રુઆરી નાં રોજ ઇનોવેટીવ આર્ટીસ્ટ ટ્રસ્ટ,પોરબંદર તથા મુંબઈ સ્થિત કલારંભ નામની સંસ્થાના દિગ્ગજ ચિત્રકારો દ્રારા કલાના અભ્યાસુ માટે એક કલા પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ  જેમાં આંતરરાષ્ટ્રીય ચિત્રકાર બિસ્વાલ, મનોજ સાક્લે,આચિત્ય હજારે, નિશીકાંત પલાન્ડે તથા વિક્રમ સોહિલે કલા પર પરિસંવાદ કરેલ આ સાથે અલકાબેન વોરા ચીફ કોર્ડીનેટર કલારંભ્, ચિત્રકાર બલરાજ પાડલીયા,પ્રેસિડેન્ટ ઇનોવેટીવ આર્ટીસ્ટ ટ્રસ્ટ,પોરબંદર ઉપસ્થિત રહેલ આ કાર્યક્રમને સફળ બનાવવા દિનેશ પોરીયા, કમલ ગોસ્વામી, ધારા જોશી શૈલેષ પરમાર, કરશનભાઈ ઓડેદરા,સમીર ઓડેદરા તથા દિપક વિઠલાણીએ જહેમત ઉઠાવેલ,કાર્યક્રમનું સુચારૂ સંચાલન ચંદ્રેશ કિશોરે કરેલ. કાર્યક્રમ બાદ પોરબંદર શહેરના વિવિઘ સ્થળોના અદભુત વોટર કલર લેન્ડસ્કેપનું પ્રદર્શન યોજવામાં આવેલ પ્રદર્શન નીહાળી પોરબંદરના નગરજનો ખૂબજ ખુશી વ્યક્ત કરલ. 

Follow Me:

Related Posts