IPL પહેલા શાહરૂખ અને કોહલીના ચાહકો વચ્ચે આ નાનકડી વાતે થયો ઝગડો
સોશિયલ મીડિયાના યુગમાં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે. અમુક સમયે અમુક વિચિત્ર ટ્રેન્ડ વાયરલ થઈ શકે છે. જે અમુક વખત ઝઘડામાં પરિણમી શકે છે અને ફેન્સ વચ્ચે ઝઘડો પણ થઈ શકે છે. આ દરમિયાન શાહરૂખ ખાન અને વિરાટ કોહલીના ચાહકો વચ્ચે સોશિયલ મીડિયા વોર શરૂ થયું, જે ટૂંક સમયમાં ઉગ્ર બની ગયું છે. કોહલી અને જીઇદ્ભના ફેન્સ શા માટે બાખડી પડ્યા તે પણ ઘણા લોકો માટે રસનો વિષય બન્યો છે. જીઇદ્ભ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી પ્રતિષ્ઠિત સ્ટાર્સમાંના એક છે. જ્યારે વિરાટ કોહલી પણ છેલ્લા એક દાયકાથી વધુ સમયથી ભારતનું ગૌરવ છે.
ખરેખરમાં વિરાટની પત્ની, અભિનેત્રી અનુષ્કા શર્માનું જીઇદ્ભ સાથે શાનદાર બોન્ડ છે. પણ વર્ચ્યુઅલ વિશ્વ અલગ છે અને તાજેતરમાં શાહરૂખ અને વિરાટના ચાહકો વચ્ચેનું યુદ્ધ ખૂબ જ નીચલા સ્તર સુધી પડ્યું હતુ અને બંને પરિવારો પણ તેમાં ખેંચાઈ ગયા છે. શાહરૂખ ખાન અને વિરાટ કોહલીએ હંમેશા એકબીજા વિશે આદરપૂર્વક જ વાત કરી છે. તેઓ ઘણી વખત ઇન્ટરવ્યુમાં એકબીજાને માન આદર આપવા સાથે પ્રશંસા કરતા જાેવા મળ્યા છે. જાેકે, સોશિયલ મીડિયા પર તેમના ચાહકો વચ્ચેની તાજેતરની લડાઈ નિમ્ન સ્તર સુધી ઉતરી ગઈ છે. બોયકોટ ગેંગને ધોબી પછાડ આપીને પઠાણે બ્લોકબસ્ટર કમાણી કરતા જીઇદ્ભના ચાહકો હવે સૌથી મોટી સોશિયલ મીડિયા આર્મી હોવાની વાતો કરે છે અને પોતાની જાતને સાબિત કરી બતાવી હોવાનો દાવો કરે છે.
આ દરમિયાન તેઓએ વિરાટના ચાહકો સાથે બાથ ભીડી છે અને તેમાં પણ જ્યારે બંને પક્ષોએ પોતાના ફેવરિટ સ્ટાર્સના પરિવારોને આ ઝઘડામાં ખેંચ્યા તો મામલો વધુ જટિલ બન્યો છે. આ દરમિયાન યુઝર્સે લખ્યું કે, ઓકાત મૈ રહા કરો બેટા જહાં ક્રિકેટ કી પહોંચ નહીં હૈ, વહાં શાહરૂખ ખાન કી હૈ… કોહલીએ ૈંઁન્માં દિલ અને ફેફસાં જીતવા પર ધ્યાન આપવું જાેઈએ.” “વિરાટ કોહલી પોતે શાહરૂખ ખાનથી પ્રેરિત છે.
કોહલીના ચાહકોએ આઈપીએલમાં કિડની, ફેફસાં અને હૃદય જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જાેઈએ. ૨૦૧૧માં જન્મેલા સ્ટાર વિરાટની સરખામણી જીઇદ્ભ જેવા લેજેન્ડ સાથે ન કરવી જાેઈએ.” અન્ય એક યુઝરે લખ્યું કે, “શાહરૂખ ખાન = રાષ્ટ્રનું ગૌરવ. વિરાટ કોહલી = દેશની શરમ.” બીજી તરફ અમુક યુઝર્સે બંનેના ચાહકો વચ્ચેની લડાઈને શાંત કરવાનો પ્રયાસ કર્યો. એક યુઝર્સે લખ્યું હતું કે, શાહરૂખ ખાન અને વિરાટ બંને દેશનું ગૌરવ છે તેથી આ ગાંડપણ-લડાઈ બંધ કરો.”
Recent Comments