રાષ્ટ્રીય

IPL 2022: 26 માર્ચે ચેન્નાઇ- કોલકાતા વચ્ચે પ્રથમ મેચ, 65 દિવસમાં 12 ડબલ હેડર રમાશે

IPL 2022 માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કાર્યક્રમ જાહેર કર્યો છે. પ્રથમ મેચ ચેન્નાઇ સુપરકિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે 26 માર્ચે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સાંજે સાડા સાત વાગ્યાથી શરૂ થશે. ટૂર્નામેન્ટની બે નવી ટીમ લખનઉં સુપરજાયન્ટ અને ગુજરાત ટાઇટન્સ એક બીજા સામે 28 માર્ચે ટકરાશે.

લીગ સ્ટેજની અંતિમ મેચ પણ વાનખેડેમાં જ રમાશે. આ મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. બીસીસીઆઇએ કહ્યુ કે પ્લેઓફ કાર્યક્રમની જાહેરાત પછી કરવામાં આવશે. 65 દિવસ સુધી ચાલનારી ટૂર્નામેન્ટમાં 12 દિવસમાં બે મેચ (ડબલ હેડર) હશે. પ્રથમ મેચ સાડા ત્રણ વાગ્યાથી રમાશે જ્યારે બીજી મેચ સાંજના સાડા સાત વાગ્યાથી રમાશે.

પ્રથમ ડબલ હેડર 27 માર્ચે રમાશે. પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની ટીમ બ્રેબોર્ન સ્ટેડિયમ અને બીજી મેચ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે.

ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 29 મેએ રમાશે. આ વખતે લીગની તમામ 70 મેચ મુંબઇ અને પૂણેમાં રમાશે. મુંબઇમાં કુલ 55 મેચ રમાશે જ્યારે પૂણેમાં 15 મેચ રમાશે. મુંબઇના વાનખેડે સ્ટેડિયમ અને ડીવાય પાટિલ સ્ટેડિયમમાં 20-20 મેચ રમાશે. મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમ અને પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં 15-15 મેચ રમાશે.

Follow Me:

Related Posts