IPL2022: ડેબ્યૂ સીઝનમાં જ ગુજરાત ટાઇટન્સે 15 બ્રાન્ડ સાથે કર્યો કરાર
IPL 2022: IPL 2022માં 10 ટીમ ભાગ લેવા જઇ રહી છે, જેમાં ગુજરાત ટાઇટન્સનું નામ પણ સામેલ છે. ગત વર્ષે સીવીસી કેપિટલ્સે 5625 કરોડ રૂપિયામાં ગુજરાત ટાઇટન્સની ફ્રેન્ચાઇઝી ખરીદી હતી. સીવીસીએ અદાણી ગ્રુપ અને બીજા દાવેદારોને પછાડતા ટીમને ખરીદી હતી.
હવે પોતાની પ્રથમ સીઝનમાં ગુજરાત ટાઇટન્સની ટીમે 15 બ્રાન્ડ સાથે કરાર કર્યો છે. હાર્દિક પંડ્યાની આગેવાની ધરાવતી ટીમ પાસે કેટલીક ટોપની બ્રાંડ છે અને આ વર્ષે પ્રાયોજનના માધ્યમથી તેને 65-70 કરોડ રૂપિયા મળી શકે છે.
ગુજરાત ટાઇટન્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) અરવિંદર સિંહે કહ્યુ, આઇપીએલમાં પોતાની શરૂઆત પહેલા અમે 15 જાણીતી બ્રાંડ સાથે હાથ મીલાવ્યો છે. અમે ગુજરાત ટાઇટન્સમાં કઇક નવુ કરવા અને ઉત્કૃષ્ટતામાં વિશ્વાસ કરીએ છીએ. અમારા ભાગીદાર તે મૂલ્યને દર્શાવે પણ છે. આ ભાગીદારોનો ઉદ્દેશ્ય એક બીજાના અભિયાનમાં વેલ્યૂ જોડવી અને તમામ ક્ષેત્રમાં ગુજરાત ટાઇટન્સ માટે એક સફળ શરૂઆત કરવાનું છે.
ભારતની ઇલેક્ટ્રિક સ્કૂટર નિર્માતા એથર એનર્જી ગુજરાત ટાઇટન્સનું મુખ્ય પાર્ટનર હશે.
– ગુજરાત ટાઇટન્સે નવ એસોસિએટ પાર્ટનર્સ સાથે હસ્તાક્ષર કર્યા છે. કેપરી ગ્લોબલ, એનબીએફસી અને બીકેટી ટાયર્સના લોગો ગુજરાત ટાઇટન્સની જર્સી પર લાગેલા હશે.
– જિયો, પાઇપ-નિર્માતા એસ્ટ્રલે પણ આ ફ્રેન્ચાઇઝી સાથે કરાર કર્યો છે. ટેક-ફર્સ્ટ વીમા કંપની ACKO અને ટૂથ સીની જાહેરાત હેડગિયર પર જોવા મળશે.
– ફેશન ઇ-કોમર્સ પોર્ટલ મીશો અને ફેન કોડે ગુજરાત ટાઇટન્સ ટીમ કિટના ટ્રાઉઝર પર ફીચર થવા માટે સાઇન કર્યુ છે.
– આ સિવાય ગુજરાત ટાઇટન્સે ચાર ઓફિશિયલ પાટર્નસ સાથે પણ હસ્તાક્ષર કર્યા છે. Dream 11, ઓડિયો વિયર નિર્માત boAt અને Kotak કાર્ડ્સ સામેલ છે. અમૂલ ઓફિશિયલ બેવરેજ પાર્ટનર અને રેડિયો મિર્ચી ગુજરાત ટાઇટન્સનું ઓફિશિયલ રેડિયો પાર્ટનર હશે.
28 માર્ચે વાનખેડે સ્ટેડિયમમાં લખનઉં સુપર જાયન્ટ વિરૂદ્ધ મુકાબલા સાથે ગુજરાત ટાઇટન્સની ટીમ પોતાનું આઇપીએલ ડેબ્યૂ કરશે. ખાસ વાત એ છે કે તે મુકાબલામાં લખનઉં સુપર જાયન્ટની પણ ડેબ્યૂ મેચ થવા જઇ રહી છે.
Recent Comments