IPS એ. કે સુરેલિયા : એવા કોઈ બાહોશ અધિકારી જેને જાેઇને ગુનેગારોના પેન્ટ ભીના થઈ જતાં

ગુજરાતના એવા કોઈ બાહોશ અધિકારી હોય તો એ છે ૈંઁજી એ. કે સુરેલિયા… આજે આપણે એટીએસ અને ક્રાઈમબ્રાન્ચનો દબદબો જાેઈએ છે એ દબદબો આ અધિકારીને આભારી છે. એમની ટીમમાં એવા અધિકારીઓ હતા જે કંઇ પણ કરવા માટે હંમેશાં તૈયાર રહેતા હતા. એમને ગીતા જાેહરીને પોપટીયાવાડમાં એકલા જઈને બહાર કાઢ્યા હતા. શાહરૂખ ખાનની ફિલ્મ રઈશમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ રોલ કર્યો હતો
પણ એ એમની આસપાસ પણ પહોંચી શક્યો ન હતો. એ.કે. સૂરોલિયા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં હતા ત્યારે સમગ્ર ગુજરાતના ગુનેગારો ધ્રૂજતા હતા. નવાઝુદ્દીન સિદ્દીકીને જાેઈને અધિકારીઓ એ સમયે એમ કહેતા કે હર કોઈ સુરોલિયા નહીં બન શકતા. છેલ્લા કેટલાક વર્ષોથી સુરોલિયા ગુજરાત એટીએસમાં હતા પણ એમની એવી કમનસીબી હતી કે આ સુપરકોપ સાઈડ ટ્રેક રહીને નિવૃત્ત થયા હતા. લતીફના એન્કાઉન્ટર બાદ સુરોલિયા રાજકારણથી દૂર રહેવા જમ્મુ કાશ્મીર ડેપ્યુટેશન પર જતા રહ્યાં હતા. આ અધિકારીનો ગુજરાતમાં એવો દબદબો હતો કે એમના સમયમાં પોલીસ અધિકારીઓ એમનું ઉદાહરણ આપતા હતા.
રઈશ ફિલ્મમાં સુપર કોપ એ કે સુરોલિયાનો રોલ નવાઝુદ્દીન સિદ્દીકી કર્યો હતો પરંતુ કદાચ આપ નહીં જાણતા હો કે નવાઝુદ્દીન સિદ્દીકીને એ કે સુરોલિયાએ ૨ કલાક સુધી બેસાડી રાખ્યો હતો. અમદાવાદમાં લતીફ બેફામ બન્યો અને ત્યારે કોઈ વિચારી પણ ન શકતું કે રાજકીય આકાઓની શરણ ધરાવતા લતીફને કોઈ હાથ અડાડી શકશે ત્યારે એ કે સુરોલિયા અને તેમની ટીમે તેનું એન્કાઉન્ટર કરીને લતીફનો અંત કરી દીધો હતો.
પોલીસતંત્ર પર રાજકારણની અસર શરૂ થતાં ગુજરાતના આ સુપરકોપે ગુજરાત છોડીને ડેપ્યુટેશન પર બોર્ડર સિક્યુરિટી ફોર્સ (મ્જીહ્લ)માં જમ્મુ કાશ્મીરને પસંદ કરી લીધું હતું. આટલા બાહોશ અધિકારી ૭ વર્ષથી ગુજરાતમાં સાઈડ પોસ્ટિંગ પર રહ્યા હતા પણ એક સમયે સુરોલિયાનું નામ પડતા જ ગુનેગારો ઉંદરના દરમાં સંતાઈ તેમ સંતાઈ જતા હતા. ગુજરાત પોલીસમાં જે અધિકારીનું નામ બોલતા જ પોલીસની એક સ્વચ્છ અને બહાદુર છબી મગજમાં તરવરી જાય તેવા નિવૃત ડ્ઢય્ઁ એ.કે સૂરોલિયાનો નવો લુક હાલમાં પણ પોલીસ વિભાગમાં ચર્ચાનો વિષય છે.
લાંબાવાળ અને દાઢીધારી ડ્ઢય્ઁ હવે સાધુધારી વેશમાં રહી રહ્યાં છે. આ લુકમાં તેમની સાથે વર્ષો સુધી કામ કરી ચુકેલા કર્મચારીઓ પણ ઓળખી નથી શકતા. ગુજરાતમાં સુરેલિયાનું નામ આજે પણ ખુબ જ આદરથી આજે પણ લેવાય છે. ૯૦ ના દશકમાં તેમના નામથી ભલભલા અસામાજીક તત્વો જાેજનો છેટા જતા રહેતા હતા. ગુજરાતના અમદાવાદમાં ૮૦થી ૯૦ના દાયકામાં રમખાણો પણ બહુ જ થતા હતા. એકવાર ડીસીપી સુરેલિયાને સંદેશો મળ્યો કે નાયબ મુખ્યમંત્રી નરહરી અમીન તેમને મળવા માગતા હોવાથી તાત્કાલિક કાર્યાલય પહોંચો.
પ્રોટોકોલ પ્રમાણેનો આદેશ હોવાથી સુરેલિયા તેમને કાર્યાલય પહોંચ્યા ત્યારે નરહરી અમિન ટેન્શનમાં હતા. એ સમયે ચીમનભાઈ બાદ નરહરી અમિનનો પડકો બોલ ઝિલાતો હતો. એમને સુરેલિયાને સીધું પૂછ્યું કે શહેરમાં તોફાનો કેમ બંધ થતા નથી. એ સમયે બહુ જ ઓછું બોલતા સુરોલિયાએ સીધો અને સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે ૪૮ કલાકમાં જ તોફાન બંધ કરાવી દઉં. સુરોલીયા એક પ્રમાણિક અધિકારી હોવાની સાથે આઈપીએસ ૈંઁજી પણ હતાં. તેમની વાત ટાળી શકાય તેમ ન્હોતી. તોફાન બંધ થવા જાેઈએ તેવી જાે રાજ્યની ઈચ્છા હોય તો સુરોલીયા ની શરત માન્યા વગર કોઈ વિકલ્પ ન્હોતો. ચિમનભાઈ પટેલે નરહરિની વાત પુરી થતાં જ કહ્યું નરહરિ સુરોલીયાને કહી દે ૪૮ કલાક નહીં ૭૨ કલાક મારો કોઈ ફોન રાજ્યના કોઈ પણ અધિકારીને આવશે નહીં પણ મારે તોફાન બંધ થવા જાેઈએ.
જ્યારે નરહરિ એ સુરોલીયાને મુખ્યમંત્રીનો જવાબ સંભળાવ્યો તેની સાથે સુરોલીયા સલામ કરી ચેમ્બરની બહાર નિકળ્યા. પોતાની ઓફિસે પહોંચતા પહેલા તેમણે વાયરસેલ ઉપર પોતાની ટીમને પોતાની ઓફિસમાં હાજર રહેવાની સુચના આપી હતી. હવે પોલીસ એક્શનમાં આવીને તોફાનો બંધ થઈ ગયા હતા. આમ આ એક બાહોશ અધિકારી હતા. ભારત માટે માથાનો દુખાવો બનેલા અંડરવર્લ્ડ ડોન દાઉદ ગુજરાતમાં પોતાનું નેટવર્ક ઉભુ કરી શક્યો નહોતો. દાઉદને ન માત્ર પડકારી પરતુ ગુજરાતમાં સંપુર્ણ નિષ્ફળ બનાવનારા જાંબાજ પોલીસ અધિકારી સુરેલિયા ગુજરાત એટીએસનું સુકાન પણ સંભાળી ચુક્યાં છે.
હાલ પોતાની નિવૃતિનો સમય વાંચનમાં અને મનપસદ પ્રવૃતિઓ કરવામાં વિતાવી રહ્યા છે. સુરેલિયા જ્યારે અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં ફરજ બજાવતા હતા ત્યારે કેટલાક કિસ્સાઓમાં સુરેલિયાના નામથી જ કેસની પતાવટ થઇ જતી હતી. સુરેલિયા એ સ્પષ્ટ વક્તા હોવાથી સરકાર સામે એમનો હંમેશાં બારમો ચંદરમા રહેતો હતો. ગુજરાત પોલીસના ઈતિહાસ (ય્ેદ્ઘટ્ઠટ્ઠિં ર્ઁઙ્મૈષ્ઠી ૐૈર્જંિઅ) ની ચર્ચામાં જાે કેટલાંક નામો આવતા હોય તો તેમાં એ. કે. સુરોલિયા (છ દ્ભ જીેિર્ઙ્મૈટ્ઠ ૈંઁજી) મોખરે છે. ફરજ નિષ્ઠા અને પ્રામાણિકતાની મિશાલ બની ચૂક્યાં છે સુરોલિયા. ૧૯૮૫ની બેચના ૈંઁજી એ કે સુરોલિયાની ટીમમાં કામ કરનારા અધિકારીઓ પૈકી ત્રણ અધિકારી તેમની કામગીરી અને નિષ્ઠાના કારણે આઉટ ઑફ ટર્ન પ્રમોશન મેળવ્યા હતા. અબ્દુલ લતીફની ૧૯૯૫માં દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી હતી.
તે સમયે તેની સામે ૪૦થી વધુ ગુના નોંધાયેલા હતા. હંસરાજ ત્રિવેદી (રાધિકા જીમખાના શૂટઆઉટ)ની હત્યા વખતે થયેલી ગેંગ વોર દરમિયાન લતીફના એન્કાઉન્ટરનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલાક આગેવાનો પણ આયોજનમાં જાેડાયા હતા. પોલીસની થિયરી અનુસાર, ૧૯૯૭માં પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયેલો લતીફ સરદારનગર પાસે સ્થિત ભૂત બંગલામાં છુપાયો હતો. પોલીસને તેની જાણ થતાં એ.કે. સુરોલિયાના નેતૃત્વમાં તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેઓએ પોલીસ પર હુમલો કર્યો હતો. જવાબમાં પોલીસે પણ તેના પર હુમલો કર્યો હતો. આ એન્કાઉન્ટરમાં લતીફ માર્યો ગયો હતો. બાહોશ અધિકારીના જીવનની વાત કરીએ તો તેમનો જન્મ રાજસ્થાનમાં ૫ મે ૧૯૬૦ના રોજ થયો હતો. જેઓ ૧૯૮૫ બેચના અધિકારી હતા. જેઓએ બીએ અને એલએલબી સુધીનો અભ્યાસ કર્યો હતો.
Recent Comments