fbpx
ગુજરાત

અમદાવાદમાં બી.જેડ ગ્રૂપ કૌભાંડમાં આઈ.પી.એસ અને પી.એસ.આઈ ના રૂપિયા ફસાયા ૩૦૦ એસ.સી-એસ.ટી વિદ્યાર્થીઓની ગ્રાન્ટ પણ પડાવી લીધી

મ્ઢ ગ્રૂપના કૌંભાડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ૩૦૦ જીઝ્ર-જી્‌ વિદ્યાર્થીઓની ૭૫ લાખની ગ્રાન્ટ પડાવ્યાનું કૌંભાડ સામે આવ્યું છે. રાજયના પોલીસ અધિકારીઓ પણ કૌભાંડીના જાળમાં ફસાયા છે. ગુજરાતના મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો હોવાની વાત સામે આવી છે. જેમાં એકના ડબલ કરવાના ખેલમાં પોલીસકર્મીઓમાં ભારે રોષ દેખાઈ રહ્યો છે, શિક્ષકો, નેતાઓની સાથે પોલીસકર્મીઓ પણ મ્ઢ ગ્રૂપના ભૂપેન્દ્રસિંહ ઝાલાના કૌભાંડના શિકાર બન્યા છે. તો સૂત્રો દ્વારા માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો ૧૫ જેટલા ઁજીૈં અને ૈંઁજી અધિકારીઓએ રોકાણ કર્યુ હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. સેંકડો પોલીસકર્મીઓના પૈસા પણ મ્ઢમાં રોકાયેલા છે,

તો વર્ષ ૨૦૧૩ની બેચના ૧૫ ઁજીૈંના પૈસા સૌથી વધારે રોકાયેલા છે. આ સમગ્ર મામલે ચૂંટણીપંચમાં કુમાર ભાટ નામના યુવકે હિંમતનગર ચૂંટણી શાખામાં લેખિત ફરિયાદ કરી છે. ભૂપેન્દ્ર ઝાલા સામે આર્મ્સ એક્ટનો ગુનો અમદાવાદમાં નોંધાયો હોવા છતાં, માહિતી છૂપાવી અને એફિડેવિટમાં ફરિયાદ સહિતની વિગતો છૂપાવ્યાની ફરિયાદ નોંધાઈ છે. ૬ હજાર કરોડની ફરિયાદના પગલે ગુજરાત ભરમાં હડકંપ મચ્યો છે. એક કા ડબલ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ઘણાં ભાજપી નેતાઓના સંબંધો હોવાના વિડીયો અને ફોટોગ્રાફ્સ ફરતા થયા છે. તેમાં રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર પણ દેખાય છે.

જાે કે કૌંભાડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ૩૦૦ જીઝ્ર-જી્‌ વિદ્યાર્થીઓની ગ્રાન્ટ પણ પડાવી લીધી હોવાની વાત સામે આવી છે. વિદ્યાર્થીઓની ૭૫ લાખની ગ્રાન્ટ પડાવ્યાનું કૌંભાડ સામે આવ્યું છે. મ્ઢ ગ્રુપ સામે કાર્યવાહી અન્ય ઈન્વેન્ટ પેઢીના સંચાલકો ગાયબ છે. હિંમતનગરમાં ૨૬ નવેમ્બરથી અનેક પેઢીઓના શટર ડાઉન થઈ ગયા છે. હિંમતનગર, તલોદ અને મોડાસામાં પેઢીઓને તાળા લાગ્યા છે, છઇ ગ્રુપની પેઢીઓ સતત સાતમા દિવસે બંધ હાલતમાં જાેવા મળી, પેઢી અજય અને રાજુ નામના સંચાલકો ચલાવતા હતા. આ સમગ્ર ઘટનામાં અન્ય કૌંભાડીઓ પણ સામિલ હોવાની વાત સામે આવી છે, જેમાં મ્ઢ ગ્રુપમાંથી છૂટા થઈને નવી પેઢીઓ ખોલવામાં આવી હતી. તો છઇ ગ્રૂપમાં ૨૫૦થી ૩૦૦ કરોડ રૂપિયાના રોકાણની સંભાવના છે, તો સહકારી જીન વિસ્તારમાં આવેલી ઓફિસને તાળા લાગ્યા છે. પોલીસ પણ આવા ફરાર આરોપીઓને શોધી રહી છે. કૌભાંડમાં ભોગ બનેલ અનેક શિક્ષકો પણ ફરાર થઈ ગયા છે અને પેઢીઓને તાળા લાગી ગયા છે.

Follow Me:

Related Posts