સિંચાઈ વિભાગ ની સ્પષ્ટતા. દામનગર શ્રી કુંભનાથ તળાવ અને ઠાંસા રોડ ચેકડેમ ભરવા નો સર્વે થયો હવે વહીવટી મંજુરી માટે સરકાર માં દરખાસ્ત કરાય

દામનગર શહેર ના જાહેર જળાશયો સુજલામ સુફલામ યોજના અંતર્ગત ઊંડા ઉતારી સૌની યોજના હેઠળ ભરવા સમસ્ત યુવા આર્મી ની સતત રજુઆત ના અંતે ભાવનગર નાની સિંચાઈ યોજના વર્તુળ કચેરી ની સ્પષ્ટતા ગત તા.૨૮/૦૬/૨૪ એટલે કે આઠ માસ પહેલા સર્વેક્ષણ અંતર્ગત કલ્સનટીંગ શ્રી દ્વારા આઉટ લેટ માં શ્રી કુંભનાથ મહાદેવ તળાવ અને ઠાંસા રોડ ચેકડેમ ની પ્રાથમિક દ્રષ્ટી એ શકયતા દર્શવતા હવે પછી સરકાર માં અંદાજ પત્ર રજૂ કરી વહીવટી મંજૂરી માંગવાની પ્રક્રિયા શરૂ છે વહીવટી મંજૂરી મળ્યા પછી હયાત પાઇપ લાઇન નું પ્રગતિ માં કામ ચાલતું હોય પથરેખા પર મુકવામાં આવનાર સ્કાવર વાલ્વ થી બંને તરફ ત્રણ કિમિ ની મર્યાદા માં આવતા તળાવો તાંત્રિક દ્રષ્ટી એ પાણી ઉપલબ્ધ ધ્યાને લઇ પાઇપ લાઇન દ્વારા ભરી શકાય જય ભુરખિયા જળ સરોવર નં- ૧ અને જય ભુરખિયા સરોવર નં -૨ બાબતે સ્પષ્ટતા કરાય છે
રેલવે કોસિંગ અને રાજ્ય ધોરી માર્ગ કોસિંગ છે તેથી આ સરોવર ભરવાની કોઈ શકયતા નથી અત્યારે માર્ચ મહિના ની તા.૦૮/૦૩/૨૫ ઉનાળો શરૂ થયો છે ત્યાં જ તળાવ અને ચેકડેમ ક્રિકેટ ના મેદાન જેવા ખાલીખમ્મ છે રાજ્ય માં અનેક જિલ્લા ઓમાં અતિ વૃષ્ટિ થઈ હોવા ના આંકડા વચ્ચે દામનગર પંથક માં ખાડા ઓ પણ ભરાયા નહોતા ત્યારે ઉનાળા ની શરૂઆત માંજ તમામ તળાવ ચેડડેમ ક્રિકેટ ના મેદાન સમાંતર ખાલી પડ્યા છે ખેડૂતો પશુ પાલકો અને આમ સામાન્ય જનતા માં ભારે ચિંતા ઉભી કરાવનારું છે સરકાર સૌની યોજના હેઠળ આ વિસ્તાર ના જળાશયો ભરવા પ્રાયોરિટી આપે તેવી સમગ્ર પંથક ની જનતા રોહ જોઈ રહી છે
Recent Comments