રાષ્ટ્રીય

ભારત સાથેની મિત્રતા બગાડવા અમેરિકા પાકિસ્તાનને છાવરે છે? માર્કો રૂબિયોએ આપ્યો જવાબ

અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ પાકિસ્તાન સાથે અમેરિકાના સંબંધો પર મહત્ત્વનું નિવેદન આપી ભારત સાથેના સંબંધોમાં સુધારાની શક્યતા જણાવી છે. તેમણે પાકિસ્તાન સાથે અમેરિકાના સંબંધોને વધુ ગાઢ બનાવવા પર ભાર મૂકવાની સાથે ભારત સાથે મિત્રતા ન  બગાડવાની સલાહ પણ આપી છે.

રૂબિયોએ પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, ભારતે આ સંદર્ભે ચિંતા વ્યક્ત કરી નથી, જો કે ઐતિહાસિક રૂપે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ સ્વભાવિક છે. પાકિસ્તાન સાથે અમેરિકાના સંબંધ ભારતની સાથે તેના ગાઢ, ઐતિહાસિક અને મહત્ત્વપૂર્ણ સંબંધોના નુકસાન પર નથી બન્યા. અમેરિકા પાકિસ્તાન સાથે પોતાના વેપાર સંબંધોને વધુ ગાઢ બનાવવાની તકો જોઈ રહ્યું છે.તેમણે આગળ કહ્યું કે, અમે અનેક દેશો સાથે સંબંધ બનાવ્યા છે અને પાકિસ્તાન સાથે અમારા વ્યૂહાત્મક સંબંધ વધારવાની તકો છે. અમારી જવાબદારી છે કે, અમે કયા દેશો સાથે અમારા સંયુક્ત હિતો પર કામ કરી શકીએ છીએ. ભારત આ મામલે અત્યંત પરિપક્વ અને વ્યૂહાત્મક રૂપે સમજદાર છે.રૂબિયોએ પાકિસ્તાન સાથેના સંબંધો વિશે સ્પષ્ટતા આપી હતી કે, ભારતના પણ અમુક એવા દેશો સાથે સંબંધ છે, જેમની સાથે અમારા સંબંધ નથી. આ પરિપક્વ અને વ્યવહારિક વિદેશ નીતિનો હિસ્સો છે. અમે એવુ ક્યારેય વિચાર્યું નથી કે, પાકિસ્તાન સાથે સંબંધોમાં સુધારો ભારત સાથેના અમારા સંબંધો અને મિત્રતાની વિરૂદ્ધમાં છે. ભારત સાથે અમારો સંબંધ ગાઢ, ઐતિહાસિક અને મહત્ત્વપૂર્ણ છે.વધુમાં રૂબિયોએ કહ્યું કે, અમેરિકા તાઈવાનને ચીન સાથે કોઈ વેપાર કરાર માટે સમાધાન નહીં કરે. અમે તાઈવાનને છોડવા અંગે વિચારી પણ શકીએ નહીં. કોઈપણ એવું પગલું વિચાર્યું નથી. અમે ચીન સાથે વેપારમાં લાભકારી શરતો માટે તાઈવાન સાથે સમાધાન કરીશું નહીં.

Related Posts