ભાવનગર

ઈશ્વરિયાના વાંસળીવાદક વૈદિક દવે કલા મહાકુંભમાં રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાને

ગુજરાત સરકાર દ્વારા કલામહાકુંભ આયોજનમાં ઈશ્વરિયાના વાંસળીવાદક શ્રી વૈદિક દવે કલા મહાકુંભમાં રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાને આવેલ છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય સુરતમાં યોજાયેલ સ્પર્ધામાં મેળવી સિધ્ધિ હાંસલ કરી છે.

ભાવનગર જિલ્લામાં સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામનાં વતની વિદ્યાર્થી શ્રી વૈદિક દવે સંગીતમાં રસ ધરાવે છે, જેમણે વાંસળીવાદનમાં કલા મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત રાજ્યકક્ષાએ સ્થાન મેળવી ગૌરવ વધાર્યું છે.

ગુજરાત સરકાર દ્વારા કલા મહાકુંભ સ્પર્ધા આયોજનમાં શ્રી વૈદિક દવેએ વાંસળી વાદન (૬થી ૧૪ વર્ષ વય વિભાગ) સ્થાનિક કક્ષાએથી ભાગ લઈ સૌરાષ્ટ્ર પ્રદેશ અને રાજ્ય કક્ષાએ પહોંચી વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય સુરતમાં યોજાયેલ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી સિધ્ધિ હાંસલ કરી છે.

વાંસળી વાદન તાલીમ માર્ગદર્શનમાં ભાવનગરનાં શ્રી જયભાઈ માણેકશા રહ્યાં છે આ સાથે જ પિતા સંગીતકાર અને ગાયક શ્રી ધ્રુવભાઈ દવે તથા માતુશ્રી નિધીબેન દવે દ્વારા મળેલાં પ્રોત્સાહનથી શ્રી વૈદિક દવે સંગીતક્ષેત્રમાં આગળ વધી રહેલ છે. આ સિદ્ધિથી શિક્ષકો અને પરિચિતો દ્વારા અભિનંદન પાઠવાઈ રહ્યાં છે.

Related Posts