ઇસ્કોન મંદિરના હરે રામ હરે ક્રિષ્ના સંપ્રદાયના વિદેશી સાધુઓ સાવરકુંડલા ખાતે આવેલ એકલિંગજી ઉપવન ખાતે પધાર્યા હતા. ખાસ કરીને સાવરકુંડલામાં ભગવદ ગીતાજીના સંદેશનો શહેરના ભાવિક જનોના હ્રદય સુધી પહોચાડવા માટે આ સાધુઓ પોતાની ધરતી છોડી આજે નવલ ગંગાના શહેર સાવરકુંડલા ખાતે આવ્યા હતા. સાવરકુંડલા શહેરના માર્ગો પર ભક્તિ ફેરી સ્વરૂપે નાચતા ગાતાં પોતાના સંગીત વાદ્યો સાથે ફરીને સાવરકુંડલા ને કૃષ્ણમય બનાવ્યું હતું. આ તમામ સાધુઓ વિવિધ દેશોમાંથી આવે છે. જેનું કલ્ચર અલગ રિવાજ અલગ ભાષા અલગ છતાં સાવરકુંડલાની ધરાને કૃષ્ણમય બનાવવા શહેરની ગલી ગલીએ ઘૂમી ભગવદ ગીતાજીના સંદેશ લોકો સુધી પહોંચાડવાનો ભગીરથ પ્રયાસ કર્યો હતો.જો કે સાવરકુંડલા શહેર એક ધર્મપ્રેમી નગરી હોય અહીં રામ, ક્રિષ્ના અને શિવજીને માનતો બહોળો સમુદાય વસે છે. સાવરકુંડલાના નગરજનો એ પણ આ ભક્તિ ફેરી નો લહાવો લીધેલો અને યથાશક્તિ યોગદાન પણ આપેલ. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.
સાવરકુંડલા શહેર ને કૃષ્ણમય બનાવવા ઇસ્કોન હરે રામ…હરે ક્રિષ્ના… સંપ્રદાયના સાધુઓનું સાવરકુંડલા ખાતે આગમન



















Recent Comments