ઇઝરાયલ ના વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલ આદેશ પર ઇઝરાયલી સેના દ્વારા ગાઝામાં ભયંકર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૬૪ લોકોના મોત થયા હતા, હમાસનાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, ૪૮ શબ ઇન્ડોનેશિયન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યારે ૧૬ શબ નાસેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પશ્ચિમ એશિયાની મુલાકાતનાં સમાપન સમયે જ ઇઝરાયલ દ્વારા આ ભયંકર હુમલો કરવામાં આવ્યો હતો.
દીર-અલ-બલા શહેરના બહારના વિસ્તારોમાં અને ખાન યુનિસ શહેરમાં ગુરૂવાર રાતથી શુક્રવાર સવાર સુધી હુમલા ચાલુ રહ્યા હતા. આ હુમલા એવા સમયે કરવામાં આવ્યા હતા કે જ્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખાડી દેશોની મુલાકાતનું સમાપન કરી રહ્યા હતા. જાે કે તેઓ ઇઝરાયેલની મુલાકાતે ગયા ન હતા.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પની પશ્ચિમ એશિયા અને મધ્યપૂર્વની મુલાકાતને લીધે એવી આશા બંધાઈ રહી હતી કે, તેમની આ મુલાકાત દરમિયાન યુદ્ધ વિરામ કે માનવીય સહાયતાના માર્ગ ખુલી શકશે.
ગાઝામાં ઇઝરાયલે કરેલી નાકાબંધીનો આ ત્રીજાે મહિનો છે. જાે કે, ઇઝરાયેલી સેનાએ આ હુમલા અંગે કોઇ ટિકા-ટિપ્પણી કરી નથી. પરંતુ પેલેસ્ટાઈની આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, છેલ્લા થોડા દિવસોમાં જ ઇઝરાયલે ૧૩૦ને મારી નાખ્યા છે. ઇઝરાયેલી વડાપ્રધાન નેતાન્યાહૂએ તો પહેલાં જ કહી દીધું હતું કે, તેઓ ગાઝામાંથી હમાસને નામશેષ કરી નાખવા માંગે છે માટે હુમલા તેજ કરાયા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે યુએઇમાં દિગ્ગજ વ્યાપારીઓ સાથે નાસ્તો કર્યો હતો. તે પછી અબ્રાહમ સમજૂતીનાં નામ પર રખાયેલાં અંતરધાર્મિક આરાધના સ્થળની મુલાકાત સાથે મ. પૂર્વની મુલાકાતનું સમાપન કર્યું, તે સમયે થયેલી સમજૂતીને લીધે કેટલાક આરબ દેશોએ તથા યુ.એ.ઈ.એ ઇઝરાયેલને માન્યતા આપી દીધી.
ઇઝરાયલે ગાઝામાં ફરી એકવાર તબાહી મચાવી, અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની પશ્ચિમ એશિયાની મુલાકાતનાં સમાપન સમયે જ ઇઝરાયલના ગાઝા પર હુમલામાં ૬૪ના મોત

Recent Comments