શુક્રવારે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીએ પુષ્ટિ આપી હતી કે નાતાન્ઝ રિએક્ટર સાઇટ ઇઝરાયલી હુમલાઓનું લક્ષ્ય હતું, જેમાં અન્યનો પણ સમાવેશ થાય છે. યુએન પરમાણુ નિરીક્ષકે પુષ્ટિ આપી હતી કે ઇઝરાયલી હુમલાઓ ઇરાની યુરેનિયમ સંવર્ધન સ્થળને નિશાન બનાવી રહ્યા હતા, અને કહ્યું હતું કે તે “ખૂબ જ ચિંતાજનક પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે”. એજન્સીના સત્તાવાર હેન્ડલ પર એક ઠ પોસ્ટમાં, આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીના વડા રાફેલ ગ્રોસીએ લખ્યું: “ૈંછઈછ ઈરાનમાં ખૂબ જ ચિંતાજનક પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. એજન્સી લક્ષ્યોમાં નાતાન્ઝ સાઇટની પુષ્ટિ કરી શકે છે. રેડિયેશન સ્તર અંગે એજન્સી ઈરાની અધિકારીઓ સાથે સંપર્કમાં છે. અમે દેશમાં અમારા નિરીક્ષકો સાથે પણ સંપર્કમાં છીએ.”
ઈરાનનું નાતાન્ઝ ખાતેનું પરમાણુ સંવર્ધન કેન્દ્ર તેહરાનથી લગભગ ૨૨૦ કિલોમીટર (૧૩૫ માઇલ) દક્ષિણપૂર્વમાં સ્થિત છે, અને તે દેશનું મુખ્ય સંવર્ધન કેન્દ્ર છે. ઈરાનના સેન્ટ્રલ પ્લેટુ પરની આ કેન્દ્રનો એક ભાગ સંભવિત હવાઈ હુમલાઓ સામે રક્ષણ માટે ભૂગર્ભમાં છે. ૨૦૦૨ માં, જ્યારે સેટેલાઇટ ફોટામાં ઈરાન આ સ્થળે તેની ભૂગર્ભ સેન્ટ્રીફ્યુજ સુવિધા બનાવી રહ્યું હતું ત્યારે ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે પશ્ચિમી ભય માટે નાતાન્ઝ એક મુખ્ય મુદ્દો બની ગયો હતો. ૨૦૧૦ ની શરૂઆતમાં, આ કેન્દ્રને સ્ટક્સનેટ કમ્પ્યુટર વાયરસ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું.
ઇઝરાયલે શુક્રવારે કહ્યું હતું કે તેણે ‘ઓપરેશન રાઇઝિંગ લાયન‘ ના ભાગ રૂપે ઈરાનની પરમાણુ સુવિધાઓ, બેલિસ્ટિક મિસાઇલ ફેક્ટરીઓ અને લશ્કરી કમાન્ડરોને નિશાન બનાવ્યા હતા જે તેહરાનને પરમાણુ હથિયાર બનાવતા અટકાવવા માટે લાંબા સમય સુધી ચાલશે. ઈરાની સ્થાનિક મીડિયા અને સાક્ષીઓએ નાતાન્ઝ ખાતેના મુખ્ય યુરેનિયમ સંવર્ધન કેન્દ્ર સહિત દેશભરમાં વિસ્ફોટોના અહેવાલ આપ્યા હતા. આ દરમિયાન, ઇઝરાયલે ઈરાન તરફથી બદલો લેવા માટે મિસાઇલ અને ડ્રોન હુમલાની અપેક્ષા રાખીને કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. મીડિયા સૂત્રો દ્વારા આપવામાં આવેલ અહેવાલ મુજબ, રાજ્ય ટેલિવિઝન અનુસાર, ચુનંદા રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સના વડા હુસૈન સલામી માર્યા ગયા હતા અને તેહરાનમાં યુનિટના મુખ્યાલય પર હુમલો કરવામાં આવ્યો હતો. એક નિવેદનમાં, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ ચેતવણી આપી હતી કે ઘાતક હુમલાઓ કર્યા પછી ઇઝરાયલને ગંભીર પરિણામો ભોગવવા પડશે.


















Recent Comments