ISSO સ્વામીનારાયણ મંદિરનાં રજતજયંતિ મહોત્સવમાં ડો. જગદીશ ત્રિવેદીએ સત્સંગ હાસ્યની રમઝટ બોલાવી
ગઈકાલે તા.૩/૮/૨૦૨૩ ની સાંજે અમેરીકાના શિકાગો શહેરમાં ઈટાસ્કા ખાતે આવેલા કાલુપુર તાબાના શ્રી સ્વામીનારાયણ મંદિખાતે દિવ્ય કાર્યક્રમ થયો.
આ મંદિર અમેરિકાનું સૌ પ્રથમ શિખરબદ્ધ મંદિર છે, આ મંદિરના રજતજયંતિ પાટોત્સવ પ્રસંગે ભારતથી ખાસ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્રપ્રસાદજી અને પૂજ્ય ગાદીવાળા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા,એમના તેમજ પચીસથી વધું સંતોના દિવ્ય આશીર્વાદ બાદ ગઈકાલે રાત્રે ડો. જગદીશ ત્રિવેદી દ્રારા સત્સંગ હાસ્યરસનો ભવ્ય કાર્યક્રમ સંપન્ન થયો, આશરે ૧૦૦૦ થી વધું સત્સંગીઓથી ખીચોખીચ ભરેલા સભાગૃહમાં લોકોએ ભારતમાતાના જયજયકાર સાથે મધરાતે રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમ પુરો કર્યો હતો. આ પ્રસંગે જગદીશ ત્રિવેદી સાથે એમના ધર્મપત્ની નીતાબહેનનું પણ મંદિર કમિટી તરફથી હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું
શ્રોતાગણમાં રાજકીય આગેવાન શ્રી નિમિષ જાની , ખૂબ જાણીતા કવિ અને તબીબ ડો. અશરફ ડબ્બાવાલા, ભારતીય સિનિયર સિટિઝન ક્લબના પ્રમુખ શ્રી હરીભાઈ પટેલ, બોસ્ટન મંદિરના યુવાન અને ઉત્સાહી પ્રમુખ શ્રી અરવિંદ પટેલ, જાણીતા ગાયક કલાકાર શ્રી તુષાર ગોર, જાણીતા કવિયત્રી શ્રીમતિ મધુબહેન મહેતા અને શિકાગો શહેરની વિવિધ સંસ્થાઓ અને વિવિધ સમાજના આગેવાનો તેમજ રાજકારણ, ધર્મ, કલા, શિક્ષણ અને સાહિત્ય જેવાં જુદાજુદાં ક્ષેત્રના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જગદીશ ત્રિવેદીનો આ ટૂરનો આ બત્રીસમો કાર્યક્રમ હતો તેમજ હજું બીજા તેર કાર્યક્રમો મળીને કુલ પિસ્તાળીસ કાર્યક્રમો વડે તેમના દ્રારા ત્રણ કરોડથી વધું રુપિયાની ગુજરાતીમાં શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં સેવા થનાર છે.
Recent Comments